Chhichhore Movie Review:કોલેજ લાઈફ યાદ કરાવી દેશે ફિલ્મ, મળ્યા આટલા સ્ટાર

Published: Sep 05, 2019, 14:06 IST | પરાગ છાપેકર | મુંબઈ

સરવાળે જો તમે પણ આ ગોલ્ડન યાદગીરીમાં ખોવાઈ જવા ઈચ્છો છો, મિત્રોને યાદ કરવા ઈચ્છો છો, કોલેજ કેમ્પસ અને તેના બાદની જિંદગી સમજવા ઈચ્છો છો, સાથે જ ભરપૂર મનોરંજન પણ જોઈએ છે તો તમારે છિછોરે જોવી જોઈએ

હોસ્ટેલની લાઈફ, કોલેજના દિવસો, મિત્રો સાથેની મસ્તી અને સાથે જીવવા મરવાના વાયદા, કેમ્પસના તોફાન અને પ્રેમ... આ બધી જ એવી યાદો છે, જેને કોઈ વ્યક્તિ ક્યારેય ભૂલાવી ન શકે. એટલે જ બોલીવુડમાં કોલેજ લાઈફ પર આધારિત સંખ્યાબંધ ફિલ્મો બની છે.

શત્રુઘ્ન સિંહા, વિનો ખન્ના અને મીના કુમારી સ્ટારર 'મેરે અપને'થી લઈ કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધી યર 2' સુધી આ પરંપરા ચાલુ રહી છે આ કડીને આગળ વધારતા ડિરેક્ટર નિતેશ તિવારી ફિલ્મ છિછોરે લઈને આવ્યા છે. આ ફિલ્મ અન્ની, માયા, સેક્સા, એસિડ, બેવડા અને મમ્મી જેવા મિત્રોની સ્ટોરી છે. આ તમામ પાત્રો એન્જિયનિયરિંગ કોલેજમાં ભણે છે, તેમના સંબંધો, લાગણી, કોમ્પિટિશન અને હારજીત પર આ ફિલ્મની સ્ટોરી છે.

સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર કેવા પ્રકારનો બોજ અને માનસિક તાણ હોય છે, તે સુંદરતાથી ફિલ્મમાં બતાવ્યું છે. આ ફિલ્મમાં એ બધું જ છે, જે તમારે જોવું હશે. દોસ્તી છે, મસ્તી છે, પ્યાર મહોબ્બત છે, જિંદગી અને સાથે જ જિંદગીની જવાબદારી પણ.

'દંગલ' જેવી સફળ ફિલ્મ આપનાર નિતેશ તિવારી ફરી એકવાર 100 ટકા સફળ રહ્યા છે. તેમણે સાબિત કર્યું છે કે સ્ટોરી કરતા મોટો કોઈ સ્ટાર નથી. એક્ટિંગની વાત કરીએ તો સુશાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તુષાર પાંડે, નવીન પૉલીશેટ્ટી, તાહિર ભસીન, સહર્ષ કુમાર અને પ્રતીક બબ્બરે શાનદાર પર્ફોમન્સ આપ્યું છે.

સરવાળે જો તમે પણ આ ગોલ્ડન યાદગીરીમાં ખોવાઈ જવા ઈચ્છો છો, મિત્રોને યાદ કરવા ઈચ્છો છો, કોલેજ કેમ્પસ અને તેના બાદની જિંદગી સમજવા ઈચ્છો છો, સાથે જ ભરપૂર મનોરંજન પણ જોઈએ છે તો તમારે છિછોરે જોવી જોઈએ. મનોરંજનની પૂરી ગેરેંટી છે.

આ પણ વાંચોઃ છિછોરેના પ્રિમીયરમાં આવ્યા બોલીવુડના જાણીતા સ્ટાર્સ, આવો હતો અંદાજ

કલાકારઃ સુશાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તુષાર પાંડે, નવીન પૉલીશેટ્ટી, તાહિર ભસીન, પ્રતીક બબ્બર

ડિરેક્ટરઃ નિતેશ તિવારી

પ્રોડ્યુસરઃ સાજિદ નડિયાદવાલા

મિડ ડે મીટરઃ 4 સ્ટાર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK