Deepika Padukone In Local Market:દીપિકાને જોતાં આ હતા લોકોના રિએક્શન્સ

Published: Jan 07, 2020, 16:02 IST | Mumbai Desk

આ વીડિયો દીપિકા પાદુકોણ અને તેની ટીમના સોશિયલ એક્સપરિમેન્ટ્સનો છે.

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ 'છપાક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન દીપિકા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વીડિયો શૅર કરી રહી છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે ફિલ્મની શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો અને હવે દીપિકા પાદુકોણે સોશિયલ એક્સપરિમેન્ટ્સનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો દીપિકા પાદુકોણ અને તેની ટીમના સોશિયલ એક્સપરિમેન્ટ્સનો છે.

હકીકતે, દીપિકા પાદુકોણ એક એસિડ પીડિતાના ગેટઅપમાં માર્કેટ જાય છે અને લોકોના રિએક્શન જાણવાનો પ્રયત્ન કરે છે કે આખરે એક એસિડ અટેક પીડિતાની સ્કીન અને ચહેરાને જોઇને લોકો કેવી પ્રતિક્રિયા આપે છે. આ દરમિયાન તેની સાથે કેટલીક એસિડ અટેક પીડિતાઓ પણ હોય છે, જે આ એક્સપરિમેન્ટમાં ભાગ લે છે. આ વીડિયો બનાવતાં પહેલા માર્કેટમાં કેમેરા લગાડી દેવામાં આવ્યા હતા, જેમાં લોકોના રિએક્શન કેપ્ચર થઈ ગયા.

વીડિયોમાં દેખાય છે કે દીપિકા પાદકોણ પહેલા એસિડ અટેક સર્વાઇવરનો લૂક લે છે અને તેના પછી પોતાના સાથીદારો સાથે માર્કેટ જાય છે. ત્યાં દીપિકા પાદુકોણે કોઇપણ ઓળખી શકતું નથી અને તે માર્કેટમાં ઘણી બધી દુકાનોમાં જાય છે. અહીં દીપિકા અને તેની સાથિદારોને જોઇને લોકોના મિક્સ રિએક્શન મળે છે અને કેમેરેમાં કેદ થઈ જાય છે.

વીડિયોમાં દેખાય છે કે કેટલાક લોકો ચોંકીને જુએ છે તો કેટલાક લોકો સેલ્ફી પણ લે છે. આ વીડિયો હવે ઘણો જોવાઇ રહ્યો છે. દીપિકા આ દરમિયાન સલવાર સૂટમાં કોઇપણ સિક્યોરિટી વદર માર્કેટમાં ફરે છે અને લોકો તેને ઓળખી પણ નથી શકતા.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

જણાવીએ કે તેની અપકમિંગ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પોતે પણ એક એસિડ અટેક પીડિકા લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવી રહી છે, જે તેની રિયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મ આ અઠવાડિયે 10 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK