Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Chhapaak Posters Release:દીપિકાનો લૂક ખૂબ જ અસરકારક, જુઓ તસવીર...

Chhapaak Posters Release:દીપિકાનો લૂક ખૂબ જ અસરકારક, જુઓ તસવીર...

10 December, 2019 08:07 PM IST | Mumbai Desk

Chhapaak Posters Release:દીપિકાનો લૂક ખૂબ જ અસરકારક, જુઓ તસવીર...

Chhapaak Posters Release:દીપિકાનો લૂક ખૂબ જ અસરકારક, જુઓ તસવીર...


દીપિકા પાદુકોણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોતાની ફિલ્મ છપાકનો એક નવો પોસ્ટર શૅર કર્યો છે. જેમાં દીપિકાનો લૂક ખૂબ જ અસરકારક દેખાય છે અને એસિડ એટેક પીડિતાઓના જીવનનું દુઃખ પણ વ્યક્ત થાય છે તે દેખાઇ આવે છે. એક પોસ્ટરમાં દીપિકા પાદુકોણનો ચહેરો સફેદ દુપટ્ટાથી ઢાંકેલો છે અને તેની આંખોમાં છુપાયેલું દર્દ તેના પર થયેલા ઝુલ્મની આખી સ્ટોરી કહે છે. બીજા બે પોસ્ટરમાં તે ખુલ્લા આકાશને નિહાળી રહી છે અને તેના ચહેરા પર સ્માઇલ છે. બીજી તસવીરમાં તેની આંખોમાં ગજબની ચમક દેખાય છે.



આજે બપોરે આવ્યું છે ટ્રેલર
જણાવીએ કે આજે બપોરે જ છપાકનું ટ્રેલર આવ્યું છે અને તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ખાસકરીને ટ્વિટર પર છપાકનું ટ્રેલર ટૉપ ટ્રેન્ડમાં હતું. દીપિકાના રોલ અને એક્ટિંગના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની એક એસિડ સર્વાઇવરની રિયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝારે લક્ષ્મી અગ્રવાલનું તે જ દુઃખ અને લડાઇને પડદા પર આલેખ્યું છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. સ્ટોરીમાં એટલી તકલીફ છે કે આજે ટ્રેલર રિલીઝ દરમિયાન દીપિકા પાદુકોણ રડી પડી. 2 મિનિટ 19 સેકેન્ડનું આ ટ્રેલર તમને ભાવુક કરી દે છે. તમારા રુંવાટા ઊભા થઈ જાય છે. દીપિકાની એક્ટિંગ, લુક, ડાયલૉગ અને એસિડ સર્વાઇવરવાળી સ્ટોરી તમને અંદરથી હલબલાવી દેશે.



આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ખૂબ જ વખાણ
ટ્રેલર જોયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે ફિલ્મ છપાક દીપિકા પાદુકોણના કરિઅરની સૌથી સારી ફિલ્મ થઈ શકે છે. એક યૂઝરે લખ્યું, ખૂબ જ સરસ ટ્રેલર છે છપાકનું, રુંવાટા ઊભા થઈ ગયા, ખરેખર દીપિકાના કરિઅરની સૌથી બેસ્ટ પરફોર્મન્સ, વધામણી મેઘના ગુલઝાર રાજી પછી વધુ એક વિક્ટરી માટે.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 08:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK