Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Chhalaang: ફૂટબૉલનો તકીયો બનાવીને સૂતાં રાજકુમાર માટે અજયે કરી કોમેન્ટ

Chhalaang: ફૂટબૉલનો તકીયો બનાવીને સૂતાં રાજકુમાર માટે અજયે કરી કોમેન્ટ

24 January, 2020 04:23 PM IST | Mumbai Desk

Chhalaang: ફૂટબૉલનો તકીયો બનાવીને સૂતાં રાજકુમાર માટે અજયે કરી કોમેન્ટ

Chhalaang: ફૂટબૉલનો તકીયો બનાવીને સૂતાં રાજકુમાર માટે અજયે કરી કોમેન્ટ


અજય દેવગનની તાનાજી-ધ અનસંગ વૉરિયર હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ 200 કરોડની બૉર્ડર પર છે. અજય આ ફિલ્મનો નિર્માતા પણ છે. હવે નિર્માતાની ભૂમિકામાં તેની વધુ એક ફિલ્મ આવવા માટે તૈયાર છે. અજય દેવગને તેનો ફર્સ્ટ લૂક શૅર કરી દીધો છે. ફિલ્મનું શીર્ષક છે છલાંગ, જેમાં અભિનેતા રાજકુમાર રાવ લીડ રોલમાં છે.




ફિલ્મનો ફર્સ્ટ લૂક ખૂબ જ રસપ્રદ છે. પોસ્ટર પર રાજકુમાર રાવ ટ્રેક સૂટ પહેરીને ખુરશી પર સૂઈ રહ્યો છે. હવા નીકળેલું ફૂટબૉલ તેના માથા નીચે તકિયાની જેમ રાખેલું છે. પાસે ઉભેલા બાળકો અને ફિલ્મની લીડિંગ લેડી નુસરત ભરૂચા તેને જોઇ રહી છે. ફિલ્મનું નિર્દેશન હંસલ મેહતાએ કર્યું છે અને 13 માર્ચના ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો


અજય દેવગન સાથે લવ રંજન પણ ફિલ્મ નિર્માતાઓમાં સામેલ છે. પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મો લવ રંજન બનાવી ચૂક્યો છે. 2019માં રાજકુમાર રાવની 3 ફિલ્મો એક લડકી કો દેખા તો એસા લગા, જજમેન્ટલ હૈ ક્યા અને મેડ ઇન ચાઇના આવી હતી. આ ત્રણેય ફિલ્મો બૉક્સ ઑફિસ પર અસફળ રહી હતી. આ વર્ષે છલાંગ સિવાય રાજકુમાર રાવની રૂહી અફઝા પણ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 04:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK