જોઈ લો બ્રહ્મરાક્ષસને!

Published: 3rd December, 2020 15:33 IST | Nirali Dave | Mumbai

સુપર નૅચરલ શો બ્રહ્મરાક્ષસ-2માં ટાઇટલ રોલ ભજવતા ચેતન હંસરાજને પ્રોસ્થેટિક મેક-અપ કરવા ચાર કલાક બેસવું પડે છે

ચેતન હંસરાજ
ચેતન હંસરાજ

બાવીસ  નવેમ્બરે શરૂ થયેલા સુપર નૅચરલ થ્રિલર શો ‘બ્રહ્મરાક્ષસ-2’માં કાલિંદી (ઍક્ટ્રેસ નિકી શર્મા) અને અંગદ (પર્લ વી. પૂરી)ની વાર્તા આગળ વધી રહી છે. કાલિંદીનો પીછો કોઈ શૈતાની તાકાત કરી રહી છે, તે કોણ છે તેનો ચહેરો હજી બહાર આવ્યો નથી.

તે બ્રહ્મરાક્ષસને લઈને અઢળક અટકળો લગાવાઈ રહી હતી, પણ કોઈને ખબર નથી કે તે ખરેખર કોણ છે. તે માણસનું રૂપ લેશે કે નહીં? બ્રહ્મરાક્ષસના ચાહકો માટે ઇન્ટરેસ્ટિંગ સમાચાર એ છે કે તે બ્રહ્મરાક્ષસ બીજું કોઈ નહીં પરંતુ વરધાન ચૌધરી જ છે જે પાત્ર જાણીતા ટીવી ઍક્ટર ચેતન હંસરાજ ભજવી રહ્યા છે. ચેતન ‘બ્રહ્મરાક્ષસ-2’માં નરપિશાચ બન્યો છે. તે કહે છે, ‘મારા આ લુક માટે ચહેરા પર હેવી પ્રોસ્થેટિક મેક-અપ કરવામાં આવ્યો છે જે ચાર-પાંચ નિપુણ લોકોની ટીમે સતત ચાર કલાક બેસીને તૈયાર કર્યો છે. દર વખતે આટલો સમય મારે આપવો પડે છે. સાથે કૉસ્ચ્યુમ પણ એ પ્રકારનો તૈયાર કરવામાં આવ્યો છે. મારા માટે વરધાનમાંથી બ્રહ્મરાક્ષસ બનવું અને ફરી પાછા વરધાનના રૂપમાં આવી જવું આ થ્રિલિંગ અનુભવ રહ્યો. દર્શકોને પણ એવો જ અનુભવ થશે એની ખાતરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK