તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની ફૅમસ અને ચર્ચિત એક્ટ્રેસ વીજે ચિત્રાના સુસાઈડ કેસમાં પોલીસે એના પતિ હેમંત રાવની ધરપકડ કરી છે. પતિ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ચિત્રાનું મૃત શરીર 9 ડિસેમ્બરના રોજ ચેન્નઈની બહાર એક હોટેલના રૂમમાંથી મળી આવ્યું હતું.
Tamil Nadu: Police arrests TV actor VJ Chitra's husband for alleged abetment to suicide.
— ANI (@ANI) December 15, 2020
She was found dead at a hotel in the outskirts of Chennai, on December 9
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચિત્રા અને હેમંતે બે મહિના પહેલા જ કોર્ટ મૅરેજ કર્યા હતા અને જાન્યુઆરીમાં તેઓ સંપૂર્ણ ધાર્મિક વિધિથી લગ્ન કરવાના હતા. પોલીસના જણાવ્યું મજબ છેલ્લા કેટલાક દિવસોમાં તપાસ દરમિયાન જે સામે આવ્યું છે, એના આધાર પર પતિની કલમ 306 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ચિત્રાના પરિવારે પણ શંકા ઉપજાવી હતી અને તપાસની માંગ કરી હતી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના આધારે પતિને Poonamallee કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી Ponneri જેલમાં મોકલવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે 28 વર્ષની ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈના નઝરપેટ વિસ્તારના એક હોટેલમાંથી મળી હતી. રિપોર્ટ અનુસાર નિધન પહેલા ચિત્રા ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહી હતી અને રાત્રે દોઢ વાગ્યે તે હોટેલ પાછી ફરી હતી. હોટેલમાં હેમંત રાવ પણ સાથે જ હતો. હેમંતે પોલીસને જણાવ્યું કે હોટેલ આવ્યા બાદ ચિત્રા સ્નાન કરવા ગઈ હતી, પરંતુ લાંબા સમય સુધી તે પાછી ન ફરી અને દરવાજો ખખડાવ્યો તો પણ જવાબ નહીં આપ્યો, એટલે તેમણે હોટેલના સ્ટાફને જણાવ્યું. ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલ્યો તો, ચિત્રાનો મૃતદેહ છત પર લટકેલો મળ્યો. એવું પણ કહેવામાં આવે છે કે ચિત્રા ડિપ્રેશનમાં હતી. આને કારણે તેણે આ ગંભીર પગલું ભર્યું.
ચિત્રાએ તમિલ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચેનલો માટે હોસ્ટ તરીકે કામ કર્યું હતું. તે હાલમાં પાંડિયાન સ્ટોર્સ સીરિયલમાં જોવા મળી હતી. તેણે પોતાનું પાત્ર મુલ્લઈ દ્રારા લાંબી ફૅન ફૉલોઈંગ તૈયાર કરી લીધી હતી. ચિત્રાના નિધનથી તેના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST