Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ચાહત ખન્નાએ શા માટે બિગ બૉસ 13 માટે ના પાડી?

ચાહત ખન્નાએ શા માટે બિગ બૉસ 13 માટે ના પાડી?

19 September, 2019 12:18 PM IST | મુંબઈ

ચાહત ખન્નાએ શા માટે બિગ બૉસ 13 માટે ના પાડી?

ચાહત ખન્ના

ચાહત ખન્ના


ચાહત ખન્નાએ હાલમાં જ સલમાન ખાનનો શો ‘બિગ બૉસ ૧૩’ માટે ના પાડી દીધી છે. જોકે ના પાડવાનું તેનું કારણ વાજબી પણ છે. તે ‘બડે અચ્છે લગતે હૈ’ દ્વારા પ્રખ્યાત થઈ હતી અને છેલ્લે તે ‘કૂબુલ હૈં’માં જોવા મળી હતી. આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી સંજય દત્તની ‘પ્રસ્થાનમ’માં પણ તે જોવા મળી રહી છે. આ શોની તેને ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે એ ઠુકરાવી દીધી છે. તે હાલમાં તેના કરીઅર પર ફોકસ કરવા માગે છે. જો તે ‘બિગ બૉસ’ના ઘરમાં ગઈ તો ૧૦૦ દિવસ સુધી દુનિયાથી અલગ થઈ જશે અને તેને કામ માટે એક પણ ઑફર નહીં મળે. આથી તે કામની ઑફરની તક છોડવા નથી માગતી. આ સાથે જ તે તેની ફૅમિલી પર પણ ધ્યાન આપવા માગે છે.

આ પણ વાંચો : બાસ્કેટબૉલ પ્લેયર સતનામ પર વેબ-ફિલ્મ



ફરહાન મિર્ઝા સાથેના છૂટાછેડા બાદ તે સિંગલ મધર તરીકે બે દીકરીઓને ઉછેરી રહી છે. આથી તે તેના પ્રોફેશનલ અને પર્સનલ બન્ને જગ્યાએ ધ્યાન આપી શકે એ માટે શોમાં હાજરી આપવાની ના પાડી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 12:18 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK