પાણીપતના ટ્રેલર વિશે જાણો સેલેબ્સના રિવ્યૂઝ, બોલીવુડમાં છવાયું ટ્રેલર

Published: Nov 05, 2019, 20:42 IST | Mumbai Desk

આશુતોષ ગોવારિકર નિર્દેશિત ફિલ્મને સોશિયલ મીડિયામાં ઘણી વખણાય છે અને કેટલાક સેલેબ્સે તેના વખાણ કર્યા છે.

પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત ફિલ્મ પાણીપતનું ટ્રેલર મંગળવારે રિલીઝ થઈ ગયું છે. ઇતિહાસ પરથી ઉતરેલી આ વૉર ડ્રામામાં અર્જુન કપૂરે મરાઠા સેનાના સરદાર સદાશિવ રાવ ભાઉનું પાત્ર ભજવ્યું છે, જ્યારે સંજય દત્ત અહમદ શાહ અબ્દાલીના પાત્રમાં છે, જે અફઘાનિસ્તાનનો આક્રમણકારી હતો. આશુતોષ ગોવારિકર નિર્દેશિત ફિલ્મને સોશિયલ મીડિયામાં ઘણી વખણાય છે અને કેટલાક સેલેબ્સે તેના વખાણ કર્યા છે.

હાઉસફુલ 4માં બાલાનું પાત્ર ભજવી ચૂકેલા અક્ષય કુમારે પાણીપતના ટ્રેલરના ખૂબ જ વખાણ કર્યા છે તેણે ટ્વીટ કર્યું છે, "યુદ્ધની ફિલ્મોનો હું હંમેશાંથી ફેન રહ્યો છું અને આ જૉનરમાં આશુતોષ ગોવારિકર ટૉપ પર છે." અર્જુન સૈનિક લાગી રહ્યો છે અને ક્રિતી સેનને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે અને સંજય દત્ત પર્ફેક્ટ વિલન બન્યા છે. જણાવીએ કે ક્રિતી સેનન હાઉસફુલ 4માં અક્ષય કુમારની લીડિંગ લેડી બની ચૂકી છે. જણાવીએ કે કૃતિ સેનનનું આ પહેલો ઐતિહાસિક પાત્ર છે.

ફક્ત અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણ બનીને ઇતિહાસની સફર પર લઈ જવાનો છે, જે આવતાં વર્ષે રિલીઝ થશે. આશુતોષની સાથે તે સ્વદેસ કરી ચૂક્યો છે. શાહરુખ ખાને ટ્વીટમાં લખ્યું - "મારા મિત્ર આશુતોષ ગોવારિકર, જેમણે મારા કરિઅરની સર્વશ્રેષ્ઠમાંની એક ફિલ્મ સ્વદેશ બનાવી, તે એક નવી ફિલ્મ લઈને આવ્યા છે. પાનીપત-એક ભવ્ય અને મોટી ફિલ્મનો અનુભવ. તેને અને તેની ટીમને આટલી મહેનત કરવા માટે ઘણો બધો પ્રેમ. જલ્દી ફિલ્મ બતાવો."

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

દારાશિકોહ પર બેઝ્ડ ફિલ્મ તખ્ત બનાવતા કરણ જોહરે ટ્રેલરના ખૂબ જ વખાણ કર્યા છે. કરણે લખ્યું છે- પાણીપતનું ટ્રેલર જાદુઇ અને જબરજસ્ત છે. આશુતોષ ગોવારિકરે સરસ કામ કર્યું છે અને ભાવનાઓને યોગ્ય રીતે રજૂ કરી છે. અર્જુન કપૂરની તાકત અને ધૈર્ય, કૃતિ સેનનની સુંદરતા, સંજય દત્તના પાત્રની કુટિલતા અને જાદુ. નિર્દેશક કુણાલ કોહલીએ આ માટે આશુતોષ ગોવારિકરને વધામણી આપી છે. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK