શું આખું બિગ-બૉસ હાઉસ ગાળોથી ગૂંજી ઉઠશે, જ્યારે આવશે આ ફૅમસ યૂ-ટ્યૂબર

Published: Sep 16, 2020, 12:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બિગ-બૉસ 14 શૉ 3 ઑક્ટોબરથી ઑનએર થવા જઈ રહ્યો છે. શૉના કન્ટેસ્ટન્ટને લઈને ઘણા લોકોના નામ બહાર આવ્યા છે, હવે આ લિસ્ટમાં કૅરી મિનાતીનું નામ પણ જોડાઈ ગયું છે.

કૅરી મિનાતી
કૅરી મિનાતી

બિગ-બૉસ 14ને ધમાકેદાર બનાવવા માટે મેકર્સ કોઈ અસર નથી છોડી રહ્યા, શૉની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. ફૅન્સ પણ આ શૉની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિગ-બૉસ 14 શૉ 3 ઑક્ટોબરથી ઑનએર થવા જઈ રહ્યો છે. શૉના કન્ટેસ્ટન્ટને લઈને ઘણા લોકોના નામ બહાર આવ્યા છે, હવે આ લિસ્ટમાં કૅરી મિનાતીનું નામ પણ જોડાઈ ગયું છે. કૅરી મિનાતી ઉર્ફે અજય નાગર એક પ્રખ્યાત યૂ-ટ્યૂબર છે, કહેવામાં આવી રહ્યું છે કે કેરી બિગ-બૉસ 14માં ભાગ લેવાનો છે.

સમાચાર અનુસાર ટૂંક સમયમાં શૉમાં હાજર થવા માટે ક્વૉરન્ટાઈન થશે, 15 દિવસ ક્વૉરન્ટાઈન થયા બાદ કરીની બિગ-બૉસ હાઉસમાં એન્ટ્રી થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત કૅરી મિનાતી જ નહીં, પરંતુ ટિક-ટૉકથી ફૅમસ થયેલો આમિર સિદ્દીકી પણ શૉમાં એન્ટ્રી લઈ શકે છે. બન્ને વચ્ચે જીભા જોડી થઇ ચૂકી છે અને લાગે છે કે બિગ-બૉસ મેકર્સ તેનો ઉઠાવવી શકે છે.

આમિર સિદ્દીકી અને કૅરી મિનાતી બન્નેના જ કરોડો ફૉલોઅર્સ છે, જો તે બન્ને શૉમાં સામેલ થઈ જાય છે, તો શૉને ઘણો ફાયદો થઈ શકે છે. આ બન્ને સિવાય જે નામ બિગ-બૉસ 14 કન્ટેસ્ટન્ટમાં સામેલ થવાની લિસ્ટમાં છે, એમના નામ- જાસ્મિન ભસીન, નિશાંત મલકાણી અને પવિત્ર પુનિયા.

જૂની સીઝનના સ્પર્ધકો બિગ-બોસ 14માં મહેમાન તરીકે પણ પ્રવેશ કરશે, એમાંથી હિના ખાન, ગૌહર ખાન, સિદ્ધાર્થ શુક્લા, શહેનાઝ ગિલ, મોનાલિસા જેવા કન્ટેસ્ટન્ટના નામ સામેલ છે.

1 ઑક્ટોબરે સલમાન ખાન શૉના પ્રીમિયર એપિસોડનું શૂટિંગ કરશે અને ત્યારબાદ 3 ઑક્ટોબરથી આ શૉ કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. શનિવાર અને રવિવાર આ શૉ રાત્રે 9 વાગ્યે આવશે અને તેમ જ સોમવારથી શુક્રવારે આ શૉ રાત્રે 10:30 વાગ્યે પ્રસારિત થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK