આખરે કૅરી મિનાતીએ મૌન તોડયુ: વિડિયો ડિલિટ થયો એ સ્વીકારવું મુશ્કેલ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
યુટયુબર કૅરી મિનાતીએ ટિકટોક સ્ટાર આમિર સિદ્દકીનો રોસ્ટ કરતો વિડિયો મુક્યો અને તેણે રેકોર્ડ બ્રેક કર્યો હતો. એક જ દિવસમાં 70 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા હતા. પરંતુ 24 કલાકની અંદર જ યુટયુબે વિડિયો કાઢી નાખ્યો હતો. ચાહકોએ વિડિયો હટાવવા બદલ યુટયુબની ટીકા કરી હતી અને અજય નાગર ઉર્ફ કૅરી મિનાતીના સમર્થનમાં અનેક લોકો આગળ આવ્યા હતા. પરંતુ કૅરી મિનાતી આ બાબતે હજી સુધી કંઈ બોલ્યો નહોતો. પરંતુ આખરે આજે તેણે મૌણ તોડયુ હતું અને સોશ્યલ મિડિયા પર લખ્યુ હતું કે, આ બાબતને સ્વિકારવી બહુ મુશ્કેલ છે. પરંતુ હું એ પણ જાણુ છું કે વિડિયો હવે ક્યારેય રીસ્ટોર નહીં થઈ શકે.
કૅરી મિનાતીએ પોસ્ટમાં લખ્યું હતું કે, જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ વધુ વિડિયો બનાવીને લોકોને એન્ટરટેઈન કરવા માંગતો હતો. તેણે આગળ લખ્યું હતું કે, આ વિડિયો ડિલિટ થઈ ગયો એટ મારા માટે સ્વાકરવુ બહુ મુશ્કેલ છે. પણ આ વિડિયો ફરી રીસ્ટોર નહીં થાય. આ વિડિયો ઘણા બધા રેકોર્ડ તોડી દીધા હતા અને સૌથી વધુ પોપ્યુલર અને લાઈક મેળવનાર આ પહેલો વિડિયો હતો જેને કોઈ ઈન્ડિયન ક્રિએટરે બનાવ્યો હોય. માર માટે આ સૌથી વધારે ફ્રસ્ટ્રેટિંગ દિવસ હતો. કૅરીએ તેનો સાથ આપવા બદલ ચાહકોનો આભર પણ માન્યો હતો.
ADVERTISEMENT
— Ajey Nagar (@CarryMinati) May 15, 2020
કૅરી મિનાતીના સપોર્ટમાં અનેક સ્ટાર્સ આગળ આવ્યા હતા. 'બિગ બોગ 13'ના સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉ કૅરીના સપોર્ટમાં ટ્વીટ કર્યું હતું. ઘણા લોકોને લાગે છે કે કૅરી સાથે અન્યાય થયો છે અને તેણે વિડિયોમાં કોઈનું અપમાન નથી કર્યું. કૅરીના સમર્થનમાં સવારથી #carryminativideoback ટ્રેન્ડ કરી રહ્યું છે.