Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes Film Festival 2019: કંગના રનૌત, હિના ખાન રેડ કાર્પેટ પર

Cannes Film Festival 2019: કંગના રનૌત, હિના ખાન રેડ કાર્પેટ પર

12 May, 2019 05:41 PM IST |

Cannes Film Festival 2019: કંગના રનૌત, હિના ખાન રેડ કાર્પેટ પર

કાંસ ફેસ્ટિવલ 2019માં આ અભિનેત્રીઓ થશે સામેલ

કાંસ ફેસ્ટિવલ 2019માં આ અભિનેત્રીઓ થશે સામેલ


કાંસ ફિલ્મ ફેસ્ટિવલ 2019 આ વખતે બોલીવુડના કેટલાક સિતારાઓ માટે ખાસ બની શકે છે. ગત વખતની જેમ આ વખતે પણ ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, કંગના રનૌત, સોનમ કપૂર રેડ કારપેટ પર બોલીવુડને રિપ્રેઝેન્ટ કરશે. મોટા પડદા પર કેટલીક હસ્તીઓ આ ફેસ્ટિવલમાં ફેશન અને સુંદરતાથી તમને આકર્ષિત કરી લેશે.

72માં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડ આકર્ષણનું કેન્દ્ર રહેશે



આ વખતે ફ્રાન્સમાં થનાર કાંસ ફેસ્ટિવલ 72મું કાંસ ફેસ્ટિવલ હશે. 11 દિવસ ચાલતાં આ ફેસ્ટિવલમાં વિશ્વભરના સિતારાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. ભારતથી પણ કેટલાય સિતારાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખબરો પ્રમાણે ઐશ્વર્યા રાય, કંગના રનૌત, દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઇને પોતાની સુંદરતાના જલવા વિખેરશે. તો નાના પડદા પરની સુંદર અભિનેત્રી હિના ખાન પણ કાંસ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર સુંદરતાથી લોકોના દીલ જીતવાના ઇરાદે પહોંચશે.


કંગના રનૌત પણ કાંસમાં બીજીવાર જોવા મળશે

 
 
 
View this post on Instagram

#Queen PC ? @naina #BlendersPrideFashionTour #MyExpressionMyPride #MyStyleMyPride #KanganaRanaut

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) onDec 14, 2018 at 7:33pm PST


તાજેતરમાં જ ન્યૂયોર્કમાં થયેલ મેટ ગાલા ઇવેન્ટમાં પોતાના ફેશન સેન્સ અને સુંદરતાનો જલવો વિખેરીને પાછી ફરેલી અભિનેત્રી દીપિકા પાદુકોણ કાંસ માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે. તો બીજી તરફ કંગના રનૌત પણ કાંસ ફેસ્ટિવલમાં બીજી વાર સામેલ થશે. કહેવામાં આવે છે કે દીપિકા અને કંગના 16થી 18 મે દરમિયાન ફેસ્ટિવલમાં પહોંચશે.

આ પણ વાંચો : Happy Birthday : સદાય હસતો અને ખુશીઓ વહેતો રોશન સિંહ સોઢી

ટેલિવિઝન સ્ટાર પણ કાંસમાં જોવા મળશે

 
 
 
View this post on Instagram

❤️

A post shared by Hina Khan (@realhinakhan) onDec 24, 2018 at 5:12am PST

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તે કાંસમાં પર્ફોર્મ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. તેની માટે કાંસના રેડ કાર્પેટ પર ચાલવું ગર્વની વાત હશે. હિના ખાન 17 મેના ફેસ્ટિવલમાં જોડાશે. આ સિવાય ભારતમાંથી ઐશ્વર્યા રાય, સોનમ કપૂર, હૂમા કુરેશી અને જર્મન ફિલ્મ રાજૂથી લોકપ્રિય બનેલી અભિનેત્રી તરણજીત કોર પણ ફેસ્ટિવલમાં સામેલ થશે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 05:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK