વીડિયો : આ રીતે કાન્સ માટે તૈયાર થઇ હતી હિના ખાન

May 23, 2019, 18:37 IST

છેલ્લા કેટલાય દિવસોથી હિના ખાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સમાં હતી. તેણે આ વર્ષે સુંદર ગ્રે ગાઉનમાં કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યો. હવે હિનાએ બીહાઇન્ડ ધ સીન્સનો વીડિયો શેર કર્યો છે.

વીડિયો : આ રીતે કાન્સ માટે તૈયાર થઇ હતી હિના ખાન
હિના ખાન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં આ વખતે ઇન્ડિયન એક્ટ્રેસ માટે ખાસ હતો. કાન્સના રેગ્યૂલર ચહેરા સિવાય આ વખતે નવી અભિનેત્રીઓએ પણ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યો હતો. જેમાં કસોટી ઝિન્દગી કીમાં જોવા મળતી હિના ખાન પણ આ વખતે પહેલી વાર કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ સમય તેની માટે પણ ખૂબ જ ખાસ રહ્યો. રેડ કાર્પેટ પર હિનાના બે લૂક્સ જોવા મળ્યા, બન્ને જ લૂક્સમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. હવે તેણે પોતે તૈયાર થતી હોય તેવો વીડિયો પોસ્ટ કર્યો છે.

આ બીહાઇન્ડ ધ સીન્સ વીડિયોમાં હિના ખાન પોતાની પહેલી કાન્સ રેડ કાર્પેટ એન્ટ્રી માટે તૈયાર થઇ રહી છે. વીડિયોની શરૂઆતમાં તેનું મેકઅપ અને હેરસ્ટાઇલ અને તે રેડી થતી હોય છે તે છે અને તેણે પોતાનું ગાઉન ત્યાર સુધી કૅરી કર્યું નથી અને ત્યાર બાદ ગાઉન પહેર્યા પછી તેની કૉલર બૉન અને આંખનું મેકઅપ કરાયું. આ વીડિયો સાથે હિનાએ લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી હું કંઇક અનોખું અનુભવી રહી છું. આ છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મારા ડેબ્યૂનો BTS વીડિયો.

 
 
 
View this post on Instagram

Past couple of days have been an experience like no other. Here is the #BTS of my debut at the @festivaldecannes red carpet!

A post shared by Hina Khan (@realhinakhan) onMay 22, 2019 at 12:46pm PDT

જણાવીએ કે કાન્સના રેડ કાર્પેટ પર હિનાએ Ziad Nakadના ડીપ નેક હેવી એમ્બેલિશ્ડ ગ્રે ગાઉનમાં ડેબ્યૂ કર્યું. તેણે પોતાના આ લૂકને ડાયમંડ સ્ટડ ઇયરિંગ્સથી એક્સેસરાઇઝ કરી હતી. ત્યાર બાદ હિના ખાન Alin Le’ Kalના સ્ટ્રેપલેસ મેટેલિક ગાઉનમાં પહોંચી, જેમાં એક લૉન્ગ ટ્રેલ પણ હતી. આ લૂકમાં હિના ખાન ખૂબ જ હોટ દેખાતી હતી. રેડ કાર્પેટ સિવાય કાન્સના જુદા જુદા ઇવેન્ટ્સ પર હિના ખાનના સ્ટાઇલિશ લુક્સ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો : કાન્સ 2019: હિના ખાને રેડ કાર્પેટ પર આપી દીપિકા-પ્રિયંકાને ટક્કર

હકીકતે હિના ફિલ્મ લાઇન્સથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે તે કાન્સ પહોંચી હતી. લાઇન્સના ડાયરેક્ટર હુસેન ખાન છે. ફિલ્મમાં હિના ખૂબ જ સાદા લૂકમાં જોવા મળશે. હિનાએ કાન્સની ડિનર પાર્ટી પણ અટેન્ડ કરી હતી. જેનું આમંત્રણ પ્રિયંકા ચોપડાએ તેને પર્સનલી આપ્યું હતું. હિનાએ પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસ સાથે કેટલીક તસવીર પોસ્ટ કરી તેમની માટે એક ભાવુક સંદેશ લખ્યો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK