Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes Film Festival 2019 : એશ્વર્યા રાય બચ્ચન દીકરી સાથે વિખેરશે જલવો

Cannes Film Festival 2019 : એશ્વર્યા રાય બચ્ચન દીકરી સાથે વિખેરશે જલવો

19 May, 2019 06:11 PM IST |

Cannes Film Festival 2019 : એશ્વર્યા રાય બચ્ચન દીકરી સાથે વિખેરશે જલવો

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019


ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા કાન્સ માટે થયા રવાના. ભારતીય ચાહકો માટે કાન્સ ફેસ્ટિવલ અને ઐશ્વર્યા રાય બચ્ચન એક-બીજાના પૂરક છે. ઐશ્વર્યા વિના કાન્સ ફેસ્ટિવલનો ગ્લેમર પૂરો નથી થતો. આ વખતે ભલે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાં, કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરે પણ ફેન્સ તો કાન્સની ક્વીન ઐશ્વર્યાની રાહ જોઇ રહ્યા હતા, તો તેમની રાહ જોવાનો સમય પૂરો થઇ રહ્યો છે. કારણ કે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ફ્રાન્સ માટે રવાના થઇ ગઇ છે.

પાપારાઝીએ ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીરો મુંબઇ એરપોર્ટ પર જતાં પહેલા જ લઇ લીધી. યેલો, વ્હાઇટ અને બ્લેક કલરના કૉમ્બોમાં ઐશ ખૂબ જ સુંદર લાગી રહી છે, તો આરાધ્યા પણ કેમેરા સામે ખૂબ જ સહજ જોવા મળે છે. કાન્સ ફેસ્ટિવલમાં આરાધ્યાની આ બીજી પ્રેઝેન્ટ્સ રહેશે. ગયા વર્ષે પણ તેણે કાન્સ ફેસ્ટિવલમાં પોતાની હાજરી નોંધાવી હતી. ઐશ્વર્યા રાય અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો સંબંધ જ ખૂબ જૂનો છે. ઐશ પહેલી વાર 2002માં પોતાની ફિલ્મ દેવદાસના પ્રમોશન માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. ત્યારે દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પણ તેની સાથે હતા.



ત્યારથી ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની નિયમિત મેહમાન બની ગઇ છે અને દરવર્ષે આ ફેસ્ટિવલમાં હાજર રહે છે. આ જ કારણ છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને ભારતીયો સાથે જોડનારી એક મજબૂત કડી ઐશ્વર્યા રાય બની ગઈ છે. 2007માં ઐશ્વર્યા, પતિ અભિષેક બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઇ હતી.


આ પણ વાંચો : Cannes 2019:કંગના રનૌતનો આ બ્યૂટીફુલ લૂક ઈન્ટરનેટ પર થયો વાઈરલ

આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14 મેથી શરૂ થયું છે અને 25 મે સુધી ચાલશે. આ વિશ્વનો સૌથી પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાંનો એક છે. ફ્રાન્સમાં રિવેરા નદીના તટ પર આયોજિત આ સમારંભમાં વિશ્વની નામી હસ્તીઓ ભાગ લે છે. ફેસ્ટિવલમાં વિભિન્ન શ્રેણીઓમાં ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને એવૉર્ડ્સ પણ આપવામાં આવે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બિઝનેસ ગ્રોથ માટે પણ એક સરસ પ્લેટફોર્મ માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 06:11 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK