Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાન્સ 2019માં છવાયો મિસ વર્લ્ડ એશ્વર્યા અને પુત્રી આરાધ્યાનો જાદુ

કાન્સ 2019માં છવાયો મિસ વર્લ્ડ એશ્વર્યા અને પુત્રી આરાધ્યાનો જાદુ

20 May, 2019 12:00 PM IST |

કાન્સ 2019માં છવાયો મિસ વર્લ્ડ એશ્વર્યા અને પુત્રી આરાધ્યાનો જાદુ

કાન્સ ફેસ્ટિવલમાં એશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે

કાન્સ ફેસ્ટિવલમાં એશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવૂડ સ્ટાર એશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી છે. એશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા રાય બચ્ચન ઘણી વખત પુત્રી આરાધ્યા સાથે જોવા મળતી હોય છે. એશ્વર્યા રાય બચ્ચનના પ્રશંસકો દ્વારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આતુરતાથી તેમની રાહ જોવાઈ રહી હતી. આખરે તેમના ઈંતજારને એશ્વર્યાએ પૂરો કર્યો હતો અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર મોહક અદામાં જોવા મળી હતી.

રેડ કાર્પેટ પર જોવા મળી એશ્વર્યા



એશ્વર્યા હોટલની બહાર આવતાની સાથે જ તેના ચાહકો તેને ઉત્સુકતાથી જોવા લાગ્યા હતા. એશ્વર્યા દર વખતે તેની સ્ટાઈલથી લોકોના દિલ જીતતી આવી છે. રેડ કાર્પેટ પર એશ્વર્યા ફિશ કટ ગાઉનમાં દેખાઈ હતી. આ ડ્રેસ લૈબનિઝ ફેશન ડિઝાઈનર જિન લુઈસ સાબજી દ્વારા તૈયાર કરાયો છે. એશ્વર્યાનો આ ફિશ કટ ગાઉન ડ્રેસ હોલોગ્રાફિક લેજરથી બનેલો છે જે તેની ખુબસુરતીમાં વધારો કરી રહ્યો છે.


રેડ કાર્પેટ પર એશ્વર્યા અને આરાધ્યા મસ્તી કરતા જોવા મળ્યા

કાન્સ રેડ કાર્પેટ પર એશ્વર્યા સાથે તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ યલ્લો કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા. આરાધ્યાના ડ્રેસના ઉપરના ભાગમાં ફૂલ બનાવવામાં આવ્યું હતું. એશ્વર્યા અને આરાધ્યા રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા હતા. જ્યા બન્ને મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. આરાધ્યાના જન્મ પછી એશ્વર્યાએ બોલીવુડમાં બહુ ઓછી ફિલ્મો કરી છે. વર્ષ 2015 બાદ એશ્વર્યા સિલ્વર સ્ક્રિન પર જોવા મળી હતી. એશ્વર્યા છેલ્લે ફેની ખાનમાં જોવા મળી હતી. ભલે એશ્વર્યા ફિલ્મી દુનિયાથી દૂર હોય પણ આજે પણ તેના લૂક અને તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટના લોકો એટલા જ દિવાના છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 12:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK