પ્રિયંકા જેવી બનવા માગે છે હિના ખાન

Published: May 21, 2019, 11:16 IST | ફ્રાન્સ

તેનું કહેવું છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દરેક વ્યક્તિ સામે તેણે હું એક સ્ટાર છું એમ કહીને ઓળખાણ કરાવી હતી અને મારી કરીઅરમાં મેં જે રિસ્ક લીધું છે એની દાદ પણ આપી હતી

પ્રિયંકા સંગ હિના ખાન
પ્રિયંકા સંગ હિના ખાન

હિના ખાનનું કહેવું છે કે તે‌‌‌‌‍નું પ્રિયંકા ચોપડા જોનસ જેવું બનવાનું સપનું છે. ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા અને હિના બન્ને મળ્યાં હતાં. પ્રિયંકાએ દરેક વ્યક્તિને હિના એક સ્ટાર છે એવું કહીને ઓળખાણ કરાવી હતી. આ જોઈને ગદ્ગદ થતાં પ્રિયંકા સાથેનો ફોટો શૅર કરતાં હિનાએ ઇન્સ્ટાગ્રામ પર તેની ફીલિંગ્સ લખી હતી. તેણે લખ્યું હતું કે ‘એક વર્લ્ડ સ્ટાર દ્વારા મને અણધાર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હું આ ફેસ્ટિવલમાં જઈ રહી છું એ વાતને પચાવી અને મેં મારી જાતને એ માટે તૈયાર કરી છતાં હું બહારની વ્યક્તિ હોઉં એવું અનુભવી રહી હતી. જોકે તેં આવીને મારી એ ફીલિંગ્સ દૂર કરી દીધી હતી. તારે જરૂર નહોતી, પરંતુ તું સતત મારો હાથ પકડીને ચાલી રહી હતી અને એક સેકન્ડ માટે પણ તેં હાથ નહોતો છોડ્યો. હું કદાચ કોઈને ત્યાં મળત નહીં, પરંતુ તેં દરેક વ્યક્તિ સાથે મારી મુલાકાત કરાવી હતી. તેં દરેક વ્યક્તિ સામે હું એક સ્ટાર છું એવું કહી મારી ઓળખ કરાવી અને એનાથી મારી તમામ સિદ્ધિ મારી નજર સમક્ષ ફાર્સ્ટ-ફૉર્વર્ડ થઈ રહી હતી. તને કેવી રીતે બધી ખબર હોય એ નવાઈ લાગે છે, કારણ કે તેં દરેક વ્યક્તિને મારી ડેબ્યુ ફિલ્મ વિશે કહ્યું હતું. તેં મારા કામની પ્રશંસા કરવાની સાથે મારી ફિલ્મોને પસંદ કરવાની રિસ્કની પણ દાદ આપી હતી. હા મેં રિસ્ક લીધું છે અને હજી પણ લઈ રહી છું. મેં મારી ટેલિવિઝનની કરીઅરમાં જે પોઝિશન બનાવી; પાવર, પૈસા કંઈ પણ હોય મેં દરેકમાં એ લીધું છે. મારું માનવું છે કે તમારે રિસ્ક લેવું ક્યારેક તો શરૂ કરવું જ પડે છે. લોકોમાં ટીવી-ઍક્ટર્સને લઈને જે ભાવનાઓ રહેલી છે એને હું હંમેશાં તોડવા માગું છું. મારે દુનિયા સમક્ષ એ દેખાડવું છે કે ટીવી-ઍક્ટર્સ બધું જ કરી શકે છે.’

hina_khan

ટીવી-ઍક્ટર્સ વિશે વધુ જણાવતાં હિનાએ લખ્યું હતું કે ‘અમને એક તક આપો, અમારી સાથે પણ અન્ય ઍક્ટર્સ જેવું વર્તન કરો અને અમે તમને સાબ‌િત કરી આપીશું. મને ખબર છે કે આ સરળ નથી, પરંતુ હું સતત સખત મહેનત કરતી રહીશ અને એને શક્ય બનાવી દઈશ. હું ફરીથી એ કહેવા માગું છું કે ટીવી-ઍક્ટર્સમાં ટૅલન્ટ, ગ્લૅમર, એલિગન્સ, બ્યુટી, ગ્રેસ, રાઇટ ઍટિટ્યુડ અને પ્રોફેશનલિઝમ બધું જ હોય છે. હું ધીમે-ધીમે આગળ પગલાં ભરતી રહીશ અને મારે ગમે એટલી ટીકાઓનો સામનો કેમ ન કરવો પડે, હું મારી જગ્યા બનાવીને રહીશ. અમે જ્યાં સુધી એકમેક સાથે રહીશું ત્યાં સુધી અમે એનો સામનો કરીને દુનિયાને દેખાડી દઈશું. મારી લાઇફમાં સાથ આપનાર દરેક વ્યક્તિને હું દિલથી આભાર માનું છું. મારી પહેલી ફિલ્મ ‘લાઇન્સ’ દ્વારા હું ટૅલન્ટ અને મીડિયમ વચ્ચે જે લાઇન છે એને ભૂંસવાનો પ્રયત્ન કરી રહી છું.’

આ પણ વાંચો : Cannes 2019: વ્હાઈટ ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી ઐશ્વર્યા

પ્રિયંકાનો આભાર માનતાં હિનાએ લખ્યું હતું કે ‘પ્રિયંકાની વાત કરું તો તે ઘણા બધા વિષય પર ઊંડાણપૂર્વક માહિતી રાખે છે. તું બૅકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ ટૅલન્ટને ધ્યાનમાં રાખીને તારી આસપાસના લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે જે ભાગ્યે જ જોવા મળે છે. તું એક હરતી-ફરતી ઇન્સ્પિરેશન છે. સેલ્ફ-બિલિફ, ગ્રેસ, હ્યુ‌મ‌િનિટી, સબસ્ટેન્સ અને ગ્રેટનેસને ધ્યાનમાં રાખીને માનવીનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવશે ત્યારે તું એકમાત્ર એવી વ્યક્તિ હશે જેનામાં આ દરેક ક્વૉલિટી હોય. હું ભવિષ્યમાં કેવી બનવા માગું છું એનું તું બેસ્ટ ઉદાહરણ છે અને હું માનું છું કે મારા જેવી હજારો વ્યક્તિ હશે. આ પ્રિયંકા ચોપડા છે જે હંમેશાં લોકોને પ્રોત્સાહન આપવામાં આવે તેમની સાથે મળીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. નિક જોનસ પણ સ્વીટહાર્ટ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK