CAA પ્રોટેસ્ટ બાબતે અક્ષય કુમારનું નિવેદન, હિંસક વિરોધ માટે કહી આ વાત..

Updated: Jan 13, 2020, 16:30 IST | Mumbai Desk

ગુડ ન્યૂઝના પ્રમોશનલ ઇન્ટરવ્યૂ દરમિયાન લીડ સ્ટાર અક્ષય કુમારે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ મીડિયા સાથે થયેલી વાતચીતમાં સીએએના હિંસક વિરોધ વિશે વાત કરી છે. અક્ષય કુમાર સંપૂર્ણપણે કોઇપણ પ્રકારની હિંસાના વિરોધમાં છે અને લોકોની અંગત સંપત્તિને નષ્ટ ન કરવાનો આગ્રહ કર્યો છે. અત્યાર સુધી અનેક બોલીવુડ કલાકારોએ આગળ આવીને સીએએ અને એનઆરસીનો વિરોધ કર્યો છે. જ્યાં સામાન્ય મનુષ્ય વિરોધ કરી રહ્યા છે અને આંદોલનનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આનું સમર્થન કરી રહ્યા છે. આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, પરિણીતિ ચોપરા, આલિયા ભટ્ટ, અનુરાગ કશ્યપ જેવા કલાકારોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તો કેટલાક કલાકારોએ આનું સમર્થન પણ કર્યું છે. હવે ગુડ ન્યૂઝના પ્રમોશનલ ઇન્ટરવ્યૂ દરમિયાન લીડ સ્ટાર અક્ષય કુમારે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.

તેણે કહ્યું, 'હિંસા ન કરો. મને આ પસંદ નથી. કોઇકની વ્યક્તિગત સંપત્તિઓને નષ્ટ ન કરો.' કેટલાક સમય પહેલા સૈફ અલી ખાને પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેણે કહ્યું કે, "ઘણી બધી બાબતો છે જેને જોઈને ચિંતા થાય છે, આ જોઉં છું વિચારું છું કે આ બધું ક્યારે પૂરું થશે." અત્યાર સુધી સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાને આ બાબતે મૌન સેવ્યું છે. તાજેતરમાં જ કંગના રનૌતે પણ પંગાના ટ્રેલર લૉન્ચ દરમિયાન આ બાબતે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

કંગનાએ કહ્યું કે, "તમને દેશમાં બસ, ટ્રેનને બાળવાનો અને નુશાન પહોંચાડવાનો અધિકાર શું છે? એક બસની કિંમત લગભગ 70-80 લાખ રૂપિયા છે અને આ કોઇ નાની રકમ નથી. શું આપણા દેશમાં લોકોની સ્થિતિ જોઈ છે? આ દેશમાં લોકો ભૂખ અને કુપોષણથી મરી રહ્યા છે. હિંસામાં લિપ્ત લોકો આ સારું નથી કરી રહ્યા."

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

તો વરુણ ધવને સ્ટ્રીટ ડાન્સર 3 ડીના ટ્રેલર લૉન્ચમાં પૂછવામાં આવ્યું ત્યારે કંઇપણ કહેવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે, "આના પર સ્ટડી કરીને પછી જ મારો મત વ્યક્ત કરીશ."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK