વિક્રાન્ત મેસીનું કહેવું છે કે જો ભગવાનના આશીર્વાદ મળ્યા તો આ વર્ષે તે મંગેતર શીતલ ઠાકુર સાથે લગ્ન કરી લેશે. તે ગયા વર્ષે જ લગ્ન કરવાનો હતો પરંતુ કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનથી લગ્ન અટકી ગયાં હતાં. તેમણે ૨૦૧૯માં નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં સગાઈ કરી હતી. ૨૦૨૦માં લાગેલા લૉકડાઉનને કારણે હવે તે આ વર્ષે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. એ વિશે વિક્રાન્તે કહ્યું હતું કે ‘જો લૉકડાઉન ન હોત તો મારાં લગ્ન થઈ ચૂક્યાં હોત. હું શીતલ સાથે ગયા વર્ષે જ લગ્ન કરવાનો હતો, પરંતુ હવે સારી બાબત એ છે કે હું આ વર્ષે લગ્ન કરી લઈશ. ૨૦૨૧માં મારી પાસે ઘણુંબધું કામ છે. જોકે લગ્ન માટે તો હું એક અઠવાડિયાનો સમય કાઢી શકું છું. આશા રાખું છું કે જો ભગવાનના આશિષ મળ્યા તો ૨૦૨૧માં હું લગ્ન કરી લઈશ.’
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST