Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા-રણવીર વચ્ચે કુછ તો ગરબડ હૈ

દીપિકા-રણવીર વચ્ચે કુછ તો ગરબડ હૈ

23 November, 2012 03:19 AM IST |

દીપિકા-રણવીર વચ્ચે કુછ તો ગરબડ હૈ

દીપિકા-રણવીર વચ્ચે કુછ તો ગરબડ હૈ



હાલમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘રામ લીલા’માં સાથે કામ કરી રહ્યાં છે. લાગે છે કે સાથે કામ કરતી વખતે તેમની વચ્ચે ખાસ કેમિસ્ટ્રી રચાઈ ગઈ છે.

થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મના શૂટિંગ પછી રણવીર ઉપનગરમાંથી છેક પ્રભાદેવી સુધી દીપિકાને તેના ઘરે મૂકવા જાય છે અને હવે તાજેતરમાં આ જોડી બાંદરાની એક રેસ્ટોરાંમાં સાથે ડિનરની મજા માણતી જોવા મળી હતી.

આ વિશે વાત કરતાં રેસ્ટોરાંમાં હાજર એક વ્યક્તિ કહે છે, ‘આ રેસ્ટોરાંમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સ આવે છે. તાજેતરમાં રણવીર તથા દીપિકા અહીં ડિનરની મજા માણતાં જોવા મળ્યાં હતાં. બન્ને કૅઝ્યુઅલ ડ્રેસમાં હતાં અને સતત એકમેક સાથે વાતચીત કરવામાં જ ખોવાયેલાં હતાં.’

બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી રણવીર અને દીપિકા વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે, કારણ કે ફિલ્મની તૈયારી માટે તેઓ મોટા ભાગનો સમય એકમેક સાથે જ પસાર કરે છે. જોકે દીપિકા આ સિવાય હાલમાં તેના ભૂતપૂર્વ પ્રેમી રણબીર કપૂર સાથે ‘યે જવાની હૈ દીવાની’નું પણ શૂટિંગ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2012 03:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK