ઊભી કરો સ્ક્રિપ્ટ બેંક

Published: Mar 19, 2020, 19:34 IST | Rashmin Shah | Rajkot

કોરોનાના કારણે શૂટિંગ બંધ થતાં આવો ઓર્ડર એકતા કપૂરે એના પ્રોડકશન હાઉસને આપી દીધો છે, જેથી શૂટિંગની પરમિશન મળતાં સીરિયલ અને વેબ સિરીઝનાં કામો સુપરસ્પીડમાં આગળ વધે

એકતા કપૂર
એકતા કપૂર

કોરોનાના કારણે મહારાષ્ટ્રભરમાં સીરિયલ, ફિલ્મ અને વેબ સિરીઝના શૂટિંગ અટકાવી દેવામાં આવ્યા છે પણ એકતા કપૂરની લાઇફમાં કોઈ ફરક નથી પડ્યો. એ આજે પણ એટલી જ ફ્રેશનેસ સાથે કામ કરે છે અને તેની ટીમ પણ એ જ રીતે કામ કરી રહી છે જે રીતે નોર્મલ દિવસોમાં કરતી હોય છે. એકચ્યુઅલી એકતા કપૂરે પ્લાનિંગ કરી લીધું છે કે રજા જેવા આ દિવસોમાં વેકેશન કરવાને બદલે સ્ક્રિપ્ટની બેંક ઊભી કરી લેવી, જેથી શૂટિંગની પરમિશન મળે ત્યારે જરા પણ સમય બગડે નહીં અને તેના પ્રોડકશન હાઉસનું કામ સુપરસ્પીડમાં આગળ વધે.

એકતા કપૂરના પ્રોડકશન હાઉસમાં અત્યારે સાત સીરિયલનું શૂટિંગ ચાલે છે તો સાથોસાથ પાંચ વેબ સિરીઝનું પણ શૂટિંગ ચાલે છે. એકતા ઈચ્છે છે કે કોરોના વેકેશન ખૂલતાં જ એ બધા કામો ફટાફટ પૂરાં કરે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK