બ્રિધઃ ઇન ટૂ ધી શેડોઝ, અભિષેક બચ્ચન શોના ટ્રેલર પ્રિમિયર અંગે એક્સાઇટેડ
સ્ટાર કાસ્ટ આ ટ્રેલરને એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
અભિષેક બચ્ચન અને નિત્યા મેનન એમેઝોન ઓરિજિનલ સિરીઝ 'બ્રિધ: ઈન ધ શેડોઝ' થી ડિજીટલ પ્લેટ ફોર્મ પર પ્રવેશી રહ્યા છે. નાનકડી સિયા ખોવાઇ જાય છે અને તેના વ્યાકુળ પેરન્ટ્સના પાત્રમાં અભિષેક બચ્ચન અને નિત્યા મેનન જોવા મળશે. આ શો 10 જુલાઈ, 2020 ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવશે. નિર્માતાઓએ દર્શકોની ઉત્સુકતા ટીઝર્સ અને પોસ્ટર લોન્ચથી તો બાંધી જ દીધી પણ હવે તેનું ટ્રેઇલર રિલીઝ થવાનું છે. આ અંગે અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, “ગોટ ઓન અ કૉલ બિકૉઝ વી કાન્ટ કન્ટેઇન અવર એક્સાઇટમેન્ટ”
Got on a call because we can't contain our excitement about the #BreatheIntoTheShadows trailer launch tomorrow! Join us live at 12 PM. Set your reminder now: https://t.co/uA84BaTrGy.@PrimeVideoIN @BreatheAmazon @TheAmitSadh @MenenNithya @SaiyamiKher @mayankvsharma @vikramix pic.twitter.com/e2ncsNMdDC
ADVERTISEMENT
— Abhishek Bachchan (@juniorbachchan) June 30, 2020
1 જુલાઈએ શોના ટ્રેલર લૉન્ચ પહેલા સ્ટાર કાસ્ટ અભિષેક બચ્ચન, નિત્યા મેનન, અમિત સાધ, સૈયામી ખેર, ડિરેક્ટર મયંક શર્મા અને, અબુદંતીયા એન્ટરટેઈનમેન્ટના સંસ્થાપક અને સીઇઓ વિક્રમ મલ્હોત્રાએ વીડિયો કૉલ દ્વારા તેમના શો ‘બ્રિધઃ ઇન ટૂ ધી શેડોઝ’નું ટ્રેઇર સાથે જોવાનું નક્કી કર્યું હતું.સ્ટાર કાસ્ટ આ ટ્રેલરને એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને કાલે એક્સક્લુઝિવ YouTube લાઇવ પ્રીમિયર કરી આ ટ્રેલર દર્શકો સુધી પહોંચાડવા તેઓ ઉત્સુક છે. સ્ટાર કાસ્ટે દર્શકોને કહ્યું છે કે ટ્રેલર જોવા માટે રિમાઇન્ડર મુકી દે અને બધાની સાથે જ તે જોવાનો આનંદ ઉઠાવે.