Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Boycott Kapil Sharma સોશિયલ મીડિયા પર છે ટ્રેન્ડિંગ

Boycott Kapil Sharma સોશિયલ મીડિયા પર છે ટ્રેન્ડિંગ

19 February, 2019 04:14 PM IST |

Boycott Kapil Sharma સોશિયલ મીડિયા પર છે ટ્રેન્ડિંગ

કપિલ શર્મા (ફાઈલ ફોટો)

કપિલ શર્મા (ફાઈલ ફોટો)


પુલવામા આતંકવાદી હુમલા બાદ પોતાના નિવેદનને લઈને દેશ આખામાં લોકોના નિશાને આવેલ સિદ્ધુને ખબર નથી કે કપિલ શર્મા શોમાંથી ચેનલે તેને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. આ વાતને લઈ કપિલના કેટલાક ફેન્સ નારાજ છે અને સોશિયલ મીડિયા પર કપિલના શોનો બહિષ્કાર કરવાની માગ સૌથી વધુ ટ્રેન્ડિંગ છે. ટ્વિટર પર કપિલ શર્માના બહિષ્કારનો ટ્રેન્ડ બની ગયો છે. જેમાં તેનો વિરોધીઓની સાથે સમર્થકો પણ છે.

દરમિયાન કપિલ શર્માએ ચંદીગઢની એક ઈવેન્ટમાં કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુના અન્ય કેટલાક કમિટમેન્ટ છે તેથી અર્ચના પૂરણ સિંહ અમારી સાથે શૂટ કરી રહી છે. હમણાંના સમયમાં સિદ્ધુ અમારી સાથે નથી. જોકે આ ખૂબ જ નાની બાબત છે. અહીં પ્રોપેગન્ડા થાય છે જેમાં આ રીતની વાત આવે છે. મારું માનવું છે કે કોઈને બૅન કરવું ન કરવું કે સિદ્ધુને શોમાંથી બહાર કાઢવા એ વાતોનું કોઈ સોલ્યુશન નથી. એક યોગ્ય સમાધાન સૌએ મળીને શોધવું પડશે.



સતત શોમાંથી તેને હટાવી દેવા પર નહીં તો શોનો બહિષ્કાર કરવાની માગ પછી સિદ્ધુએ કાલે એક નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે તેમને વિધાનસભાના સત્રમાં સામેલ થવાનું હતું તેથી તેઓ તે સમયે કપિલના શોની શૂટિંગ ન કરી શક્યા અને તેથી બે એપિસોડ માટે ચેનલે અન્યને તક આપી. તેને શોમાંથી ટર્મિનેટ કરવા પર ચેનલ તરફથી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. જો મારા નિવેદનને કારણે એવું કાંઈ બને પણ છે તો પણ હું તે વિશે અડગ રહીશ.


ગયા શનિવાર-રવિવારે સિદ્ધુ શોમાં આવ્યો તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો પણ પછીથી લોકોનો ગુસ્સો શાંત થયો જ્યારે અર્ચનાની શોમાં અન્ટ્રીનો વીડિયો આવ્યો. જોકે એ પણ સત્ય નથી લાગતું જ્યારે તમે અર્ચના પૂરણ સિંહનું નિવેદન જાણશો.

સિદ્ધુને શોમાંથી હટાવવા પર ન તો સોનીએ કોઈ નિવેદન આપ્યું છે કે ન તો શોને પ્રોડ્યુસ કરતી સલમાન ખાનની કંપનીએ. પણ એજન્સી રિપોર્ટ પ્રમાણે અર્ચનાએ એક વાતચીતમાં કહ્યું હતું કે તે સિદ્ધુના સ્થાને શોમાં નથી આવી. તે સિદ્ધુનું પર્મનન્ટ રિપ્લેસમેન્ટ નથી. અર્ચનાએ જણાવ્યું કે તેમણે પુલવામા હુમલા પહેલા જ બે એપિસોડ શૂટ કરી લીધા હતા જે સોન ચિડિયા સ્ટારકાસ્ટ અને સેલિબ્રિટી ક્રિકેટ લીગ પ્રમોશન માટે આવતાં સિતારાઓ સાથે. તે સમયે સિદ્ધુ કોઈક કામમાં વ્યસ્ત હોવાથી ચેનલે તેમને આગ્રહ કર્યો હતો કે તે બે એપિસોડ માટે સિદ્ધુની ખુરશી સંભાળે. અર્ચનાના આ નિવેદન પરથી ખ્યાલ આવી જાય છે કે આવતા અઠવાડિયે સિદ્ધુ શોમાં દેખાશે તો નહીં પણ તેને શોમાંથી હટાવી દેવામાં પણ નથી આવ્યા.


હકીકતે, પુલવામા હુમલા બાદ સિદ્ધુએ કહ્યું હતું કે તમે આ હુમલાનો દોષ આખા દેશ પર ન નાંખી શકો. આખો દેશ કે કોઈ એકને તેનો દોષ આપવો યોગ્ય નથી. આ સત્ય છે કે આ હુમલો કાયરતા છે અને આતંકવાદ, હિંસા કોઈપણ રીતે યોગ્ય નથી અને જણે આ બધું કર્યું છે, તેને સજા મળવી જોઈએ. સિદ્ધુની વાતો વર્તમાનમાં દેશના માહોલ કરતાં વિપરીત હતી તેથી લોકો ભડક્યા અને આ માગે જોર પકડી. શોમાંથી જો સિદ્ધુને બહાર નહીં કરાય તો તે કપિલનો શો બૉયકૉટ કરશે.

આ પણ વાંચો : કપિલ શર્માને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું આવું

સોશિયલ મીડિયા પર આ વાત ખૂબ ટ્રેન્ડ કરી રહી છે ચેનલને જોવાનું બંધ કરી દો (unsubscribe Sony TV). દર્શકો ઓફિશિયલ કન્ફર્મેશન ઈચ્છે છે. લોકોનું કહેવું છે કે સિદ્ધુનો પાકીસ્તાન અને ઈમરાન ખાન પ્રેમ જાણીએ છીએ પણ તેમને કોઈ ભરોસો નથી.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 04:14 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK