Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Boycott Kangana Ranaut ટ્રેન્ડ કરનારાઓને અભિનેત્રીની ચેતવણી...

Boycott Kangana Ranaut ટ્રેન્ડ કરનારાઓને અભિનેત્રીની ચેતવણી...

24 August, 2020 03:02 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Boycott Kangana Ranaut ટ્રેન્ડ કરનારાઓને અભિનેત્રીની ચેતવણી...

કંગના રણોટ

કંગના રણોટ


સોમવારે સવારથી ટ્વિટર(Twitter) પર કંગના રણોટ(Kangana Ranaut) વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં બૉયકૉટ કંગના રણોટ(#BoycottKanaganaRanaut) ટ્રેન્ડ થઈ રહ્યું છે. કંગના ટ્રોલર્સને તેમના જ અંદાજમાં જવાબ આપવા માટે જાણીતી છે, અને હવે તેણે ફરી એ જ રીતે જવાબ આપ્યો છે જેમાં તેણે ચેતવ્યું છે કે ઉંદરો પાછાં પોતાના દરમાં ઘૂસી જાઓ.




કંગનાએ એક ગ્રાફિક શૅર કર્યું છે, જેના પર કરણ જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અને વરુણ ધવનને વાયરસ કહેવામાં આવ્યું છે અને કંગનાને સેનિટાઇઝર. આ મીમ સાથે કંગનાએ લખ્યું, ઉંદર પાછાં દરમાં જાઓ, નહીંતર ગબ્બર આવી જશે. ફિલ્મી સ્ટાઇલમાં ધાક ધમકી આપવી હોય તો આ રીતે અપાય છે. ટ્રેન્ડ્સથી મને ડર નથી લાગતો. જાઓ કંઇક નવું ટ્રાય કરો. આ પહેલા કંગનાએ લખ્યું હતું કે બૉયકૉટ કંગના ટ્રેન્ડ કરવું શાનદાર છે. ઉંદર દરમાંથી બહાર આવી રહ્યા છે. ચાલો થોડાંક હાથ-પગ તો માફિયા પણ મારશે.


જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂત નિધન પછીથી કંગના સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મ અને બોલીવુડ માફિયાનો મુદ્દો આગળ આવીને ઉઠાવી રહી છે. તેણે પોતાના ટ્વીટ્સ દ્વારા કરણ જોહર, આલિયા ભટ્ટ સહિત તમામ સ્ટાર કિડ્સ પર નિશાનો પણ સાધ્યો છે. કંગના સુશાંતના નિધન માટે બોલીવુડમાં જાણીતા સગાવાદ અને પક્ષપાતને જવાબદાર ઠેરવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 03:02 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK