Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાઇનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ કરવાના અભિયાનમાં જોડાયું બૉલીવુડ

ચાઇનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ કરવાના અભિયાનમાં જોડાયું બૉલીવુડ

01 June, 2020 08:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાઇનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ કરવાના અભિયાનમાં જોડાયું બૉલીવુડ

અર્શદ વારસી

અર્શદ વારસી


સોશ્યલ મીડિયા પર ચાઇનાની પ્રોડક્ટસના ચાલી રહેલા વિરોધમાં બૉલીવુડ જોડાયું છે. કોરોના વાઇરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. ત્યારથી જ સમગ્ર દેશ અને દુનિયામાં ચીનનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. એ કડીમાં આપણા દેશમાં પણ ચીનના સામાનનો ઉપયોગ બંધ કરવાની સૌને અપીલ કરવામાં આવી રહી છે.

અર્શદ વારસી



હું ધીરે-ધીરે ચાઇનાની પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરી રહ્યો છું, કેમ કે એ આપણા રોજબરોજના જીવનનો ભાગ બની ગઈ છે એથી એમાં થોડો સમય તો લાગશે. જોકે હું જાણું છું કે એક દિવસ તો હું ચાઇનીઝ-ફ્રી બની જઈશ. તમે પણ એક વખત અજમાવી જુઓ.


કામ્યા પંજાબી

મારા મોબાઇલમાં એની કોઈ ઍપ્સ નથી. હું તમામને વિનંતી કરવા માગું છું કે ચાઇનીઝ પ્રોડક્ટ્સને બદલે ભારતીય ચીજવસ્તુઓનો ઉપયોગ કરો. બી ઇન્ડિયન બાય ઇન્ડિયન.


રાજ શાંડિલ્ય

‘બૉયકોટ’ મેડ ઇન ચાઇના મૂવમેન્ટનો ભાગ બનો. સાથે જ દેશની પ્રગતિમાં યોગદાન આપો. જય હિન્દ જય ભારત.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 08:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK