Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોક્સ ઓફિસ કલેકેશન જામ્યો કેસરીનો રંગ, આટલી થઈ કમાણી

બોક્સ ઓફિસ કલેકેશન જામ્યો કેસરીનો રંગ, આટલી થઈ કમાણી

31 March, 2019 06:19 PM IST |

બોક્સ ઓફિસ કલેકેશન જામ્યો કેસરીનો રંગ, આટલી થઈ કમાણી

કેસરીની કુલ કમાણી 116 કરોડ પહોંચી

કેસરીની કુલ કમાણી 116 કરોડ પહોંચી


અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બોક્સ ઓફિસ પર રિલીઝના 10માં દિવસે પણ રંગ જમાવ્યો છે. ફિલ્મની કમાણી 100 કરોડને પાર 116 કરોડે પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સૌથી ઝડપી 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ કેસરી 150ના આંકડાને પણ પાર કરી શકે છે.

કેસરી ઝડપી 150 કરોડની કમાણીને પાર પહોંચશે



અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરા સ્ટારર કેસરીએ રિલીઝના 10માં દિવસે 6 કરોડ 45 લાખની કમાણી સાથે ફિલ્મની કુલ કમાણી 116 કરોડ 76 લાખે પહોંચી હતી. કેસરીએ પહેલા દિવસે 21 કરોડ કમાણી કરી હતી અને માનવમાં આવી રહ્યું છે ફિલ્મના બીજા વિકેન્ડ પછી કેસરી 125 કરોડને પાર પહોંચી શકે છે. ઉત્તર ભારતમાં મળી રહેલા પ્રતિભાવના કારણે કેસરી 150 કરોડથી વધુ કમાણી કરી શકે છે. કેસરીને ભારતમાં 3,600 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી હતી જ્યારે 600 જેટલી ઓવરસીઝ સ્ક્રિન્સ પર રિલીઝ કરાઈ હતી.


હોળીના પર્વ પર રિલીઝ થઇ હતી કેસરી ફિલ્મ

કેસરી હોળીના દિવસે રિલીઝ કરવામાં આવી હતી જેના કારણે કેસરીને 4 દિવસનો વિકેન્ડ મળ્યો હતો જેના કારણે માત્ર 4 દિવસમાં જ કેસરીએ 75 કરોડની કમાણી કરી હતી. કેસરી સારાગઢીની સ્ટોરી છે. જેમા માત્ર 21 સીખો પર 10,000 જેટલા અફઘાનીઓએ હુમલો કર્યો હતો અને સીખ સૈનિકો મૃત્યુ પામ્યા ત્યા સુધી અફઘાનો સામે લડ્યા હતા. આ યુદ્ધને વિશ્વના સર્વશ્રેષ્ઠ યુદ્ધમાંથી એક માનવામાં આવે છેં


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2019 06:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK