Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોક્સ ઓફિસ: 'ભારતે' બનાવ્યા આ રેકોર્ડ, કરિઅરની મળી સૌથી મોટી ઓપનિંગ

બોક્સ ઓફિસ: 'ભારતે' બનાવ્યા આ રેકોર્ડ, કરિઅરની મળી સૌથી મોટી ઓપનિંગ

06 June, 2019 03:25 PM IST |

બોક્સ ઓફિસ: 'ભારતે' બનાવ્યા આ રેકોર્ડ, કરિઅરની મળી સૌથી મોટી ઓપનિંગ

ભીરત ફિલ્મમાં સલમાન અને કૈફ

ભીરત ફિલ્મમાં સલમાન અને કૈફ


સલમાન ખાનની ફિલ્મ 'ભારત' 5 જૂને રિલીઝ થઈ ચૂકી છે. સલમાન ખાનની ફિલ્મ ઈદના ખાસ તહેવાર પર રિલીઝ કરવામાં આવી હતી. ઈદનો દિવસ ભારત માટે ધમાકેદાર રહ્યો હતો. એક તરફ ભારતીય ટીમે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપની પહેલી જીત મેળવી ત્યારે સલમાન ખાનની ભારતે ફિલ્મી પિચ પર જોરદાર કમાણી કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન તેની ફિલ્મ ઈદના દિવસે રિલીઝ કરતો આવ્યો છે અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળે છે. સલમાન ખાનની 'ભારત' એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 42.30 કરોડની કમાણી કરી હતી. ટ્રેન્ડ અનુસાર આ સલમાન ખાનની ફિલ્મની સૌથી હાઈએસ્ટ ઓપનિંગ છે.




પહેલા દિવસે ભારત ફિલ્મે 42.30 કરોડની કમાણી

સલમાન ખાનની મહત્તમ ફિલ્મો ઈદ પર રિલીઝ થાય છે અને નવા રેકોર્ડ બનાવતી હોય છે. ભારત કુલ કેટલી કમાણી કરશે એતો હાલ એક પ્રશ્ન છે. પરંતુ હાલ સલમાન ખાન સ્ટારર ભારત લોકોના મન પર છવાઈ રહી છે અને ફિલ્મને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ ક્રિટિક્સ દ્વારા પણ ભારતને સારા રિવ્યૂ આપવામાં આવ્યા છે. ભારતે પહેલા દિવસે 42.30 કરોડની કમાણી કરતા સલમાનની કોઈ પણ ફિલ્મ કરતા સૌથી વધુ ઓપનિંગ કમાણી આપનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે બોલીવૂડમાં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ત્રીજા સ્થાને પહોચી ગઈ છે.


આ પણ વાંચો: Video:બેકલેસ બ્લાઉઝમાં પ્રિયંકાનો આવો છે અવતાર

આમિર અને શાહરૂખ ખાનની ફિલ્મ પહેલા દિવસે મોટી કમાણી કરી ચુક્યા છે

આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાને સૌથી વધુ 52.25 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્યાર બાદ બીજા સ્થાને શાહરુખ ખાનની હેપ્પી ન્યૂ યર છે જેણે પહેલા દિવસે 44.97 કરોડની કમાણી કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે 5 જૂને રમાનારી વર્લ્ડ કપની ભારતની પહેલી મેચના કારણે ઓપનિંગ કલેક્શનને અસર પડશે જો કે ફિલ્મના કલેક્શનને જોઈને લાગતુ નથી કે ક્રિકેટની અસર ફિલ્મ પર પડી હોય. હવે જોવાનું એ રહેશે કે સલમાનની ભારત કેટલા કરોડ સુધી પહોચી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 03:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK