Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોક્સ આફિસ: પહેલા વિકેન્ડના અંતે 'દે દે પ્યાર દે'ને મળ્યા આટલા કરોડ

બોક્સ આફિસ: પહેલા વિકેન્ડના અંતે 'દે દે પ્યાર દે'ને મળ્યા આટલા કરોડ

20 May, 2019 04:40 PM IST |

બોક્સ આફિસ: પહેલા વિકેન્ડના અંતે 'દે દે પ્યાર દે'ને મળ્યા આટલા કરોડ

'દે દે પ્યાર દે'ને મળ્યા આટલા કરોડ

'દે દે પ્યાર દે'ને મળ્યા આટલા કરોડ


અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને તબુની ફિલ્મ 'દે દે પ્યાર દે' આ ગુરુવારથી દર્શકોને મનોરંજન કરાવી રહી છે. રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે' નો કમાણીનો આકંડો વધતો જાય છે. ફિલ્મે પહેલા વિકેન્ડના અંતે કુલ 38.54 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની પહેલા દિવસની કમાણી એવરેજ રહી હતી. જો કે ફિલ્મ ટ્રેન્ડ્સના માનવા અનુસાર ફિલ્મની કમાણી અવરેજ કરતા સારી રહી હતી અને વિકેન્ડના અંતે ફિલ્મની કમાણી કુલ 38 કરોડને પાર કરી ગઈ છે.

કોમેડીની સાથે ઇમોશનલ ડ્રામા ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે



અજય દેવગણ માટે 'દે દે પ્યાર દે'ની ઓપનિંગ તેમની ફિલ્મ 'રૅડ' કરતા સારી રહી હતી. અજય દેવગણની 2019માં આવેલી ફિલ્મ ટોટલ ધમાલે પહેલા દિવસે શુક્રવારે 16 કરોડની કમાણી કરી હતી. અજય દેવગણ સ્ટારર 'દે દે પ્યાર દે' એ ગુરુવાર અને શુક્રવારે કુલ મળીને 10.41 કરોડની કમાણી કરી હતી જ્યારે શનિવારે 13.39 કરોડ રુપિયા અને રવિવારે 14.74 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'દે દે પ્યાર દે' ફિલ્મ એક અડધી ઉંમરના વ્યક્તિ અને તેની પુત્રીની ઉંમરની સાથેની પ્રેમની સ્ટોરી છે. ફિલ્મમાં જિમી શેરગિલ, જાવેદ જાફરી, આલોકનાથ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં કોમેડીની સાથે સાથે ઈમોશનલ ડ્રામા પણ જોવા મળે છે.


આ પણ વાંચો: કાન્સ 2019: હિના ખાને રેડ કાર્પેટ પર આપી દીપિકા-પ્રિયંકાને ટક્કર

દે દે પ્યાર દે'ને લવ રંજને પ્રોડ્યૂસ કરી છે. લવ રંજને આ પહેલા પ્યાર કા પંચનામા, સોનૂ કે ટીટૂ કી સ્વીટી પણ પ્રોડ્યૂસ કરી હતી, આ બંને ફિલ્મ હિટ સાબિત થઈ હતી. 45 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મ દુનિયા ભરના 3750 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી જેમાંથી 650 ઓવરસિઝ સ્ક્રીન્સ પણ સામેલ છે. એવરેજ શુક્રવાર પછી વીકેન્ડ ફિલ્મ માટે સારો સાબિત થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2019 04:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK