બોટલ કેપ ચેલેન્જ: હની સિંહનો ફની વીડિયો, કિકથી ના ખુલી બોટલ તો...

Published: 8th July, 2019 18:34 IST

હની સિંહ ફિલ્મ જબરિયા જોડીમાં રિમેક સોન્ગ 'ખડકે ગ્લાસી' સાથે લાંબા સમયે બોલીવુડમાં વાપસી કરી રહ્યા છે. અન્ય સ્ટાર્સની જેમ હની સિંહે પણ બોટલ કેપ ચેલેન્જ સ્વીકારી હતી

હની સિહે સ્વીકારી બોટલ કેપ ચેલેન્જ
હની સિહે સ્વીકારી બોટલ કેપ ચેલેન્જ

હોલીવુડ સ્ટાર જૈસન સ્ટેધમે સૌથી પહેલા બોટલ કેપ ચેલેન્જની શરૂઆત કરી હતી. આ ચેલેન્જમાં કિકથી બોટલનું ઢાંકણું ખોલવાનું હોય છે. જેસન દ્વારા આ ચેલેન્જ આપ્યા પછી ઘણા બોલીવુડ સ્ટાર પણ આ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે. બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, વિદ્યુત જામવાલ સહિતના તમામ એક્ટર્સ આ ચેલેન્જ લઈ રહ્યા છે. એકટર્સ સાથે ભારતના ફેમસ રેપર હની સિંહે પણ આ ચેલેન્જ સ્વીકારી હતી.

હની સિંહ ફિલ્મ જબરિયા જોડીમાં રિમેક સોન્ગ 'ખડકે ગ્લાસી' સાથે લાંબા સમયે બોલીવુડમાં વાપસી કરી રહ્યા છે. અન્ય સ્ટાર્સની જેમ હની સિંહે પણ બોટલ કેપ ચેલેન્જ સ્વીકારી હતી જો કે તેનુ પરિણામ કઈક અલગ હતું. હની સિંહે તેના બોટલ કેપ ચેલેન્જનો વીડિયો તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, હની સિંહ બોટલ કેપ ચેલેન્જ માટે એકદમ રેડી છે અને લાગી રહ્યું હતું કે, તે આરામથી આ ચેલેન્જ પૂરી કરશે. પરંતુ હની સિંહને વીડિયોમાં મસ્તી કરવાનો ખ્યાલ આવ્યો અને તે મજાકિયા રીતે બોટલની કેપ ખોલવા માટે કિક મારી રહ્યા છે. હની સિંહની કિક બોટલ સુધી પહોંચી શકતી નથી. અંતે પોતાના બન્ને હાથો વડે બોટલને જોરથી દબાવતા આસાનીથી બોટલથી કેપ અલગ થઈ જાય છે.

આ પણ વાંચો: જૉન અબ્રાહમની બાટલા હાઉસનું પોસ્ટર રિલીઝ

ફિટનેસ અને લૂક માટે ફેમસ હની સિંહ વીડિયોમાં ફેટી જોવા મળી રહ્યો છે. વીડિયો અપલોડ થતાની સાથે યુઝર્સે હની સિંહના ફિટનેસને લઈને કમેન્ટ કરી હતી. એક યૂઝર્સે તો સલાહ આપી હતી કે, હેર સ્ટાઈલ આજ રહેવા દો માત્ર વજન ઓછુ કરો. હની સિંહની તબિયત બગડવાના કારણે છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. હમણા જ હની સિંહનું સોન્ગ મખણા રિલીઝ કરવામાં આવ્યું હતુ જેને લઈને મહિલા આયોગ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK