એક જ ફંક્શનમાં અમિતાભ ને અભિષેક બન્નેને મળ્યા અવૉર્ડ

Published: Dec 20, 2014, 05:37 IST

એક જ અવૉર્ડ્સ-ફંક્શનમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના ઍક્ટરપુત્ર અભિષેકને અવૉર્ડ્સ એનાયત થતાં સુપરસ્ટાર ખુશ થયા હતા.




૭૨ વર્ષના પીઢ ઍક્ટર અમિતાભને ફિલ્મ ‘ભૂતનાથ રિટર્ન્સ’ માટે તેમ જ અભિષેકને ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ માટે અલગ-અલગ કૅટેગરી માટે બિગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટમાં નૉમિનેશન મળ્યું હતું. ઍક્ટર પુત્ર સાથે એક ફંક્શનમાં સાથે અવૉર્ડ સ્વીકારવાની લાગણી બિગ બીએ ટ્વિટર પર ફોટો પોસ્ટ કરીને વ્યક્ત કરી હતી. આ ફંક્શનમાં અભિષેકને ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ માટે ‘બિગ સ્ટાર મોસ્ટ એન્ટરટેઇનિંગ ઍક્ટર ઇન અ કૉમેડી ફિલ્મ-મેલ’ અને ફિલ્મ ‘ભૂતનાથ રિટર્ન્સ’ માટે અમિતાભને ‘બિગ સ્ટાર મોસ્ટ એન્ટરટેઇનિંગ ઍક્ટર ઇન અ સોશ્યલ ડ્રામા ફિલ્મ-મેલ’નો અવૉર્ડ એનાયત થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK