સોનાક્ષી પર ફિદા બોની કપૂર

Published: Nov 30, 2014, 05:12 IST

તેવર પછી હજી એક ફિલ્મ માટે સાઇન કરી




પ્રોડ્યુસર-ડિરેક્ટર બોની કપૂર તેના પુત્ર અજુર્ન સાથે પહેલી વાર કામ કરી રહ્યા છે, પરંતુ તેમની ફિલ્મ ‘તેવર’ની હિરોઇન સોનાક્ષીનાં વખાણ કરતાં થાકતા નથી. બોનીએ સોનાક્ષી વિશે પ્રશંસાનો પુલ બાંધતાં જણાવ્યું હતું કે ‘સોનાક્ષીને ‘તેવર’માં જુઓ, તે આટલી સુંદર ક્યારેય દેખાઈ નથી. તેણે ફિલ્મના ગીત ‘રાધા નાચેગી..’ માટે ઘણું વજન ઘટાડ્યું છે. જુઓ ગીતમાં તેણે કેટલી સારી રીતે અભિનય કર્યો છે. આવા સેમી-ક્લાસિકલ સૉન્ગને હાલની ઘણી ઓછી અભિનેત્રીઓ ન્યાય કરી શકે છે.’

 ‘રાધા નાચેગી..’ગીત હાલપયંર઼્તની સૌથી મોંઘી સૉન્ગ અને ડાન્સ સીક્વન્સોમાંની એક છે. બોનીએ કહ્યું હતું કે ‘અમારે સ્ટુડિયોમાં યમુના નદીનો કિનારો બનાવવો પડ્યો હતો. એ કામ સહેલું કે સસ્તું નથી.’

આ ફિલ્મ પૂરી થયા બાદ એક અન્ય ફિલ્મમાં બોની સોનાક્ષી સાથે કામ કરશે. આ ફિલ્મ દક્ષિણ ભારતની એક હિટ ફિલ્મની રીમેક છે જે એક નવા ડિરેક્ટર ડાયરેક્ટ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK