Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયા વૉરિયરની 'શ્રીદેવી' પર ભડક્યા બોની કપૂર, મોકલી નોટિસ

પ્રિયા વૉરિયરની 'શ્રીદેવી' પર ભડક્યા બોની કપૂર, મોકલી નોટિસ

15 January, 2019 04:21 PM IST |

પ્રિયા વૉરિયરની 'શ્રીદેવી' પર ભડક્યા બોની કપૂર, મોકલી નોટિસ

પ્રિયા પ્રકાશ વૉરિયરની પહેલી ફિલ્મ વિવાદમાં

પ્રિયા પ્રકાશ વૉરિયરની પહેલી ફિલ્મ વિવાદમાં


ગયા વર્ષે શ્રીદેવીના અચાનક થયેલા નિધનથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. તેમનો પરિવાર હજી તો એ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો. અને ત્યાં જ શ્રીદેવીના પતિએ ફિલ્મ 'શ્રીદેવી બંગ્લો'ના નિર્માતાને લીગલ નોટિસ મોકલી છે. જેમાં એ આરોપ લગાવવમા આવ્યો છે કે ફિલ્મમાં શ્રીદેવીના નિધન સાથે જોડાયેલા ઘટનાક્રમને બતાવવામાં આવનાર છે.





હાલમાં જ ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વૉરિયરએ મુંબઈ આવીને પોતાની ફિલ્મ શ્રીદેવીનું ટીઝર જાહેર કર્યું. ફિલ્મમાં તે શ્રીદેવી નામની એક અભિનેત્રીનું કિરદાર નિભાવી રહી છે. ફિલ્મના કેટલાક ભાગો લંડનમાં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મના નિર્દેશક પ્રશાંસ મામ્બુલી છે. આ પ્રિયાની પહેલી હિંદી ફિલ્મ છે. ફિલ્મના ટીઝરમાં હીરોઈન જશ્ન મનાવી રહી છે, ડ્રિંક કરી રહી છે અને બાદમાં બાથટબમાંથી તેના પગ જ બહાર દેખાય છે. લોકો આ રીતે શ્રીદેવીનો મજાક બનાવવામાં આવ્યું હોવાથી સોશલ મીડિયા પર ભડકેલા છે.

મહત્વનું છે કે શ્રીદેવીનું નિધન દુબઈની હોટેલમાં થયું હતું. માનવામાં આવે છે કે તેમણે નશો કર્યો હતો અને બાથટબમાં ડૂબવાથી તેનું મોત થઈ ગયું. શ્રીદેવીના નિધનના ઘટનાક્રમ સાથે મળતો આવતો ઘટનાક્રમ ટીઝરમાં જોઈને બોની કપૂરે ફિલ્મ નિર્માતાને નોટિસ મોકલી છે.


આ પણ વાંચોઃ જુઓ સ્વરા ભાસ્કરના આ 3 બોલ્ડ અવતાર

ફિલ્મના નિર્દેશકે એ વાતની પુષ્ટિ કરી છે કે તેમને નોટિસ મળી છે. તેમણે કહ્યું કે તેઓ નોટિસનો જવાબ આપશે. તેમણે એમ પણ કહ્યું કે શ્રીદેવી કૉમન નામ છે. આ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી સાથે જોડાયેલી કહાની નથી. આ એક કાલ્પનિક કહાની છે. તેમણે કહ્યું કે તેઓ આ નોટિસનો સામનો કરશે,


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2019 04:21 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK