Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિસ્ટર ઇન્ડિયાની રીમેક બનાવવી એક મોટી જવાબદારી: બોની કપૂર

મિસ્ટર ઇન્ડિયાની રીમેક બનાવવી એક મોટી જવાબદારી: બોની કપૂર

01 June, 2019 11:05 AM IST | મુંબઈ

મિસ્ટર ઇન્ડિયાની રીમેક બનાવવી એક મોટી જવાબદારી: બોની કપૂર

બોની કપૂર

બોની કપૂર


બોની કપૂરનું કહેવું છે કે ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવી તેમના માટે એક મોટી જવાબદારી છે. આ ફિલ્મ માટે કેટલાક આઇડિયાઝ તેમના ધ્યાનમાં હોવાની વાત જણાવતાં બોની કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવામાં આવશે. જોકે એના માટે હાલમાં કોઈ ટાઇમલાઇન બનાવવામાં નથી આવી. મારી લાઇફની અંદર હું ચોક્કસ આ ફિલ્મ બનાવીશ. એની ફ્રૅન્ચાઇઝીને આવનારી જનરેશન પણ યાદ રાખે એવી બનાવવામાં આવશે.

મારા દિમાગમાં કેટલાક આઇડિયાઝ છે. એના વિશે હજી વિચારી રહ્યા છીએ. સ્ક્રિપ્ટ તૈયાર થવી જરૂરી છે. નહીં તો ટાઇમલાઇનનો કોઈ અર્થ નથી. આપણે જોયું ‘શોલે’ની રીમેક બની હતી. એને 3Dમાં બનાવવામાં આવી હતી. એના પરથી આપણને પાઠ પણ શીખવા મળ્યો છે. હું ઊંધા મોંએ નીચે પડવા નથી માગતો. હું નથી ચાહતો કે મારી ટીમને એમ લાગે કે તેઓ એવી સફળતા નથી મેળવી શક્યા જે તેમની પહેલાંની ટીમને મળી હતી.



boney_kapoor_01


જૂની ફિલ્મની રીમેક કરવી સરળ છે, પરંતુ ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી આઇકૉનિક ફિલ્મને રીમેક કરવી અઘરી છે. એને બનાવવી એક મોટી જવાબદારી છે. એના પર લોકોની અપેક્ષાઓ પણ વધુ છે, કારણ કે એ પૂરા વિશ્વમાં એક આઇકૉનિક ફિલ્મ તરીકે ઓળખાય છે.’

આ પણ વાંચો : મારી ફિલ્મોમાં કોઈ કલાકાર સ્મોકિંગ નહીં કરે: ફારાહ ખાન


બોની કપૂરે ૧૨ કિલો વજન ઘટાડતાં ખુશ થઈ જાહ્‍નવી કપૂર

બોની કપૂરે ૧૨ કિલો વજન ઓછું કર્યું છે એથી તેમની દીકરી જાહ્‍નવી કપૂર ખૂબ ખુશ થઈ છે. જાહ્‍નવીએ ડૅડી બોની કપૂરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં બોનીએ સૂટ અને સનગ્લાસિસ પહેર્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‍નવીએ કૅપ્શન આપી હતી કે ‘પપ્પાએ ૧૨ કિલો વજન ઘટાડ્યું. ફાઇનલી સ્લિમ, ટ્રિમ અૅન્ડ હેલ્ધી. તમારા પર ગર્વ છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 11:05 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK