મિસ્ટર ઇન્ડિયાની રીમેકને લઈને બોની કપૂર અને અનિલ કપૂર આમને-સામને?

Published: 25th February, 2020 07:37 IST | Mumbai

‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેકને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે જાણવા મળ્યું છે કે બોની કપૂરે રીમેક માટે રાઇટ્સ આપતાં પહેલાં અનિલ કપૂરને પૂછ્યું પણ નહોતું.

બોની કપૂર અને અનિલ કપૂર
બોની કપૂર અને અનિલ કપૂર

‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેકને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે જાણવા મળ્યું છે કે બોની કપૂરે રીમેક માટે રાઇટ્સ આપતાં પહેલાં અનિલ કપૂરને પૂછ્યું પણ નહોતું. આથી તેમની વચ્ચે તકરાર ચાલી રહી છે. ઝી સ્ટુડિયોઝ અને અલી અબ્બાસ ઝફર આ રીમેક બનાવવાના છે અને એની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી હતી. આ વિશે સોનમ કપૂર આહુજા અને ‘મિસ્ટર ઇન્ડિયા’ના ડિરેક્ટર શેખર કપૂરે વાંધો ઉઠાવ્યો છે. બોની કપૂરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે અનિલ કપૂરને જાણ કર્યા વગર બોની કપૂરે આ ફિલ્મના રાઇટ્સ ઝી સ્ટુડિયોઝને આપી દીધા છે. જોકે ફિલ્મના રાઇટ્સના ખરા હકદાર બોની કપૂર છે, કેમ કે તેણે જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. એવામાં કોઈની મંજૂરી લેવાનો પ્રશ્ન નથી આવતો. સાથે જ ઝી સ્ટુડિયોઝ સાથે બોની કપૂરના સંબંધો પણ સારા છે. એથી તેણે આ રીમેક બનાવવાની પરવાનગી આપી દીધી છે. રીમેકની વાત સાંભળતાં જ અનિલ કપૂર ચોંકી ગયો હતો. ‘મિસ્ટર ઇન્ડિયા’માં અનિલ કપૂર અને શ્રીદેવી લીડ રોલમાં હતાં. જોકે અનિલ કપૂરનું માનવું છે કે આ રાઇટ્સ આપવા પહેલાં તેની સાથે વાત કરવી જોઈતી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK