બોંદિતા બની બેબી રામદેવ

Published: May 12, 2020, 20:30 IST | Rashmin Shah | Rajkot

લૉકડાઉનમાં કલર્સ ચૅનલ દ્વારા શરૂ કરવામાં આવેલા સમર કૅમ્પ ‘કલર્સ કી ફનશાલા’માં ‘બૅરિસ્ટર બાબુ’ની બોંદિતાએ યોગ શીખવાડીને સૌકોની આંખો આંજી દીધી

ઔરા ભટનાગર
ઔરા ભટનાગર

કલર્સ ચૅનલ પર આવતી ‘બૅરિસ્ટર બાબુ’ સિરિયલની બોંદિતા યાદ છે? સતી થતાં પહેલાં બચી જનારી બોંદિતા સિરિયલમાં બૅરિસ્ટર બનવાની દિશામાં આગળ વધે છે તો લૉકડાઉનમાં તેણે પોતાની દિશા બદલીને યોગગુરુ બાબા રામદેવને કૉમ્પિટિશન આપવાનું શરૂ કર્યું છે. બોંદિતા એટલે કે ઔરા ભટનાગર અત્યારે કલર્સના જ લૉકડાઉન શો ‘કલર્સ કી ફનશાલા’માં દરરોજ સવારે યોગ શીખવીને સૌકોઈની આંખોમાં અચરજ આંજી રહી છે. હજી હમણાં આઠ વર્ષ પૂરાં કરનારું આ બચ્ચું એટલી અદ્ભુત રીતે આસન કરે છે કે એ જોઈને આ શોના હોસ્ટ બનેલા ઍક્ટરોની આંખો પણ અડધો ફુટ મોટી થઈ જાય છે.

‘કલર્સ કી ફનશાલા’માં ઔરાએ ‘ખતરોં કે ખિલાડી’ની કન્ટેસ્ટન્ટ તેજસ્વી પ્રકાશને પણ યોગનાં આસન કરાવ્યાં હતાં. તેજસ્વી આસન જોઈને ઑનસ્ક્રીન બોલી હતી કે ઔરા હવેથી મારી યોગગુરુ છે.

હું યોગની બહુ મોટી ફૅન છું. યોગ સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ભગાડવાનું બેસ્ટ મીડિયમ છે. હું રેગ્યુલર યોગ કરું છું અને અત્યારે લૉકડાઉનમાં હું બધાને રિક્વેસ્ટ કરું છું કે ઘરમાં રહીને યોગ કરો અને મેન્ટલી-ફિઝકલ ફિટ રહો.- ઔરા ભટનાગર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK