Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બમન ઈરાની જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહના પપ્પા બનશે

બમન ઈરાની જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહના પપ્પા બનશે

14 January, 2020 12:48 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

બમન ઈરાની જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહના પપ્પા બનશે

બમન ઈરાની જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહના પપ્પા બનશે


રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં તેના પિતાના પાત્રમાં હવે બમન ઇરાની જોવા મળશે. ૨૦૨૦ની મહત્ત્વની ફિલ્મોમાંથી આ એક છે. આ ફિલ્મમાં જયેશભાઈના પાત્રમાં રણવીર જોવા મળશે. મહિલાઓને સશક્ત બનાવવાનો મૅસેજ આપતી આ ફિલ્મ રણવીરના લુકને લઈને પણ ઘણી ચર્ચામાં છે. ગુજરાતમાં આધારિત આ સ્ટોરીમાં તેણે પાત્ર માટે ઘણું વજન ઉતાર્યું છે. તે હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરી રહ્યો છે. યશરાજ બૅનર હેઠળ બની રહેલી આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ અને મનિષ શર્મા પ્રોડ્યુસ કરી રહ્યો છે. બમન ઇરાનીને પસંદ કરવા વિશે મનીષ શર્માએ કહ્યું હતું કે ‘બમન સરની અદ્ભુત ઍક્ટિંગ તેમના ટૅલેન્ટ વિશે વાત કરે છે અને અમારી ફિલ્મમાં તેઓ હોવાની અમને ખુશી છે. આ ફિલ્મમાં તેઓ રણવીરના પિતાનું પાત્ર ભજવશે અને તેમની કેમિસ્ટ્રી પણ જોવા જેવી રહેશે. બમન સરની હાજરી અમારા માટે ખૂબ જ મોટી વાત છે કારણ કે તેઓ તેમની પોતાની યુનિક સ્ટાઇલ દ્વારા દરેક દૃશ્યમાં ચાર ચાંદ લગાવી દે છે અને તેમને પહોંચી વળવું લગભગ અસંભવ છે.’
‘જયેશભાઈ જોરદાર’ની સ્ક્રિપ્ટને અદ્ભુત ગણતાં બમન ઇરાનીએ કહ્યું હતું કે ‘અમારી ‘જયેશભાઈ જોરદાર’ ભાગ્યે જ જોવામાં આવે એવી સ્ક્રિપ્ટ છે. આ ફિલ્મની સ્ટોરી એકદમ બ્રિલિઅન્ટ અને દિલને સ્પર્શી જાય એવી છે. દિવ્યાંગ એક એવો રાઇટર અને ડિરેક્ટર છે જેના પર નજર રાખવી જરૂરી છે કારણ કે આવું ટેલેન્ટ ઘણાં-ઘણાં વર્ષોમાં એક વાર આવે છે. તેણે ખૂબ જ મનોરંજક અને ફની રીતે ખૂબ જ પાવરફુલ મૅસેજ આપતી સ્ક્રિપ્ટ લખી છે. આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શી જશે અને એ માટે યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરવાની મને ખુશી છે.’
બમન ઇરાની અને રણવીર સિંહ ‘૮૩’ બાદ ‘જયેશભાઈ જોરદાર’માં ફરી કામ કરી રહ્યાં છે. તેની સાથે કામ કરવા વિશે બમન ઇરાનીએ કહ્યું હતું કે ‘રણવીર સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે. તે એક પાવરહાઉસ પર્ફોમર છે જે તેના દરેક દૃશ્યમાં ખૂબ જ મહેનત કરે છે. એક આર્ટિસ્ટ તરીકે આવા ક્રિએટીવ વ્યક્તિ સાથે કામ કરવાની મજા જ અલગ હોય છે. આ ફિલ્મમાં હું તેના પિતાના પાત્રમાં છું અને અમારી રિલેશનશિપ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ ફિલ્મ જોતી વખતે જ ખબર પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 12:48 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK