Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video:બમન ઈરાનીએ લેડી રિક્ષા ડ્રાઈવર સાથે કરી મુસાફરી

Video:બમન ઈરાનીએ લેડી રિક્ષા ડ્રાઈવર સાથે કરી મુસાફરી

04 May, 2019 01:15 PM IST | મુંબઈ

Video:બમન ઈરાનીએ લેડી રિક્ષા ડ્રાઈવર સાથે કરી મુસાફરી

બમન ઈરાની અને ઓટો ડ્રાઈવર લક્ષ્મી

બમન ઈરાની અને ઓટો ડ્રાઈવર લક્ષ્મી


બોલીવુડ એક્ટર બમન ઈરાની પોતાના ખુશમિજાજી સ્વભાવ માટે અને નમ્રતા માટે જાણીતા છે. તાજેતરમાં પણ બમન ઈરાનીએ પોતાના આવા જ સ્વભાવનો ફરી એકવાર પુરાવો આપ્યો છે. ગુરુવારે રાત્રે બમન ઈરાનીએ મુંબઈમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરની સાથે સિક્ષામાં મુસાફરી કરી. બમન ઈરાનીએ આખી ઘટનાનો વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. બમન ઈરાનીએ રસ્તા વચ્ચે જ આ મહિલા રિક્ષા ડ્રાઈવરને ઉભી રાખીને તેની સાથે વાતચીત કરી અને વીડિયો પણ બનાવ્યો.




 

આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરીને બમન ઈરાનીએ વધુ માહિતી આપી કે ઓટો ડ્રાઈવર લક્ષ્મી મરાઠી સિરીયલમાં એક્ટિંગ પણ કરે છે. મરાઠી એક્ટ્રેસ લક્ષ્મી કેવી રીતે બે જોબ વચ્ચે બેલેન્સ કરે છે તે વિશે પણ બમન ઈરાનીએ વાત કરી. વીડિયોમાં બમન ઈરાની રિક્ષામાં લક્ષ્મીની બાજુમાં જ ડ્રાઈવિંગ સીટમાં બેઠેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સાથે બમને લખ્યું.'અમેઝિંગ સુપર લેડી લક્ષ્મીને મળો, તે મરાઠી સિરીયલમાં એક્ટિંગ કરે છે અને સાથે જ રિક્ષા પણ ચલાવે છે. જબરજસ્ત પ્રેરણા મળે છે. એક રિયલ લાઈફ હીરો છે. તમને પણ તેની રિક્ષામાં બેસવા મળે તેવી આશા. લક્ષ્મીમાં જબરજસ્ત ઉર્જા છે. વેરી પ્રાઉડ ઓફ યુ લક્ષ્મી. વિશ યુ વેરી બેસ્ટ ઓલવેયઝ #RickshawRide #RealLifeHero #Love #Passion #Work #Mumbai #InstaPic #InstaGood''


આ પણ વાંચોઃ જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

વર્ક ફ્રંટની વાત કરીએ તો બમન ઈરાનીની હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બાયોપિકમાં દેખાશે. આ બયોપિક 24મી મેના રોજ રિલીઝ થવાની છે. ઓમંગ કુમારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ચૂંટણીને કારણે અટવાઈ હતી. જો કે હવે તેની રિલીઝ ડેટ નક્કી થઈ ચૂકી છે. આ ફિલ્મમાં બમન ઈરાની બિઝનેસ ટાયકૂન રતન ટાટાનો રોલ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 01:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK