‘બાલિકા વધૂ’ની દાદી સુરેખા સિક્રીને બ્રેન સ્ટ્રોક

Published: Sep 08, 2020, 19:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

નર્સે સુરેખા સિક્રીની આર્થિક તંગીનો પણ ઉલ્લેખ કરીને બૉલીવુડ પાસે મદદ માગી છે. બીજી બાજુ એક્ટ્રેસની મેનેજરનું કહેવું છે કે, સિક્રીને કોઈ આર્થિક કટોકટી નથી, હાલ બધુ કંટ્રોલમાં છે

‘બાલિકા વધૂ’ સિરિયલમાં દાદીના રૉલથી જાણિતી એક્ટ્રેસ સુરેખા સિક્રી (Surekha Sikri)ની તબિયત અચાનક બગડી છે. તેમને બ્રેન સ્ટ્રોક થતા ICUમાં એડમિટ કરવામાં આવ્યા છે.

મુંબઈ ક્રીટી કૅર હૉસ્પિટલમાં તબીબી સારવાર લઈ રહ્યા છે. તેમને બીજી વખત બ્રેન સ્ટ્રોક થયું છે. આ પહેલા 2018માં ‘બધાઈ હો’ના રિલીઝ બાદ તેમને બ્રેન સ્ટ્રોક થયુ હતું. બધાઈ હોમાં તે નીના ગુપ્તાનું સાસુ બન્યા હતાં. લાંબો સમય સુધી તેમનો ઈલાજ થયો હતો, જોકે તબક્કાવાર સુરેખા સીકરીની તબિયતમાં સુધારો પણ જોવા મળ્યો હતો, જોકે તે પછીથી એક નર્સ હંમેશા તેમની સાથે હોય છે.

આ નર્સે કહ્યું કે, સુરેખા સીકરી સવારે જ્યુસ પી રહ્યા હતા તે જ વખતે તેમને બ્રેન સ્ટ્રોક થતા ક્રીટી કૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હાલ તે આઈસીયુમાં છે. આ નર્સે સુરેખા સિક્રીની આર્થિક તંગીનો પણ ઉલ્લેખ કરીને બૉલીવુડ પાસે મદદ માગી છે. બીજી બાજુ એક્ટ્રેસની મેનેજરનું કહેવું છે કે, સિક્રીને કોઈ આર્થિક કટોકટી નથી, હાલ બધુ કંટ્રોલમાં છે. જો જરૂર પડશે તો કુટુંબ તેમના કલીગ્સને વાત કરશે.

સુરેખા સિક્રી બૉલીવુડની ફેમસ અભિનેત્રી છે. બાલિકા વધૂ, સાત ફેરે જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરવા ઉપરાંત નેટફ્લિક્સની ‘ગોસ્ટ સ્ટોરીઝ’માં પણ તે જોવા મળ્યા છે. તમસ, બધાઈ હો, મમ્મો, નજર, સલીમ લંગડે પે મત રો, જુબેદા, કલી સલવાર, રેનકોટ, હમકો દીવાના કર ગઈ- જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો છે. તે સ્વરા ભાસ્કરની ‘શીર કોરમા’માં પણ જોવા મળશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK