કરણ જોહરની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સની મોજ

Published: Jul 28, 2019, 21:52 IST

કરણ જોહર બોલીવુડ સ્ટાર ફ્રેન્ડ્સને અવાર-નવાર પાર્ટી આપવા માટે જાણીતો છે. શનિવારની રાત્રે કરણે પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.

બોલીવુડ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર કરણ જોહરે હાલમાં જ પોતાના ઘરે બોલીવુડ સ્ટાર્સ મિત્રોને પાર્ટી આપી હતી. કરણ જોહર બોલીવુડ સ્ટાર ફ્રેન્ડ્સને અવાર-નવાર પાર્ટી આપવા માટે જાણીતો છે. શનિવારની રાત્રે કરણે પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. કરણ જોહરની આ પાર્ટીમાં વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ, અર્જુન કપૂર તેની પાર્ટનર મલાઈકા અરોરા,દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, ઝોયા અખ્તર, વિકી કૌશલ, શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે હાજર રહ્યા હતાં

કરણ જોહરે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ લેટ નાઈટ પાર્ટીમાં સ્ટાર્સે ઘણી જ ધમાલ-મસ્તી કરી હતી. કરણે આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. વીડિયોમાં તમામ સ્ટાર્સ એકબીજા સાથે વાતો, ડાન્સ અને મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. આ વીડિયો શૅર કરીને કરણ જોહરે કેપ્શન આપ્યું હતું,'સેટરડે નાઈટ વાઈબ્સ'

આ પણ વાંચો:વીડિયો: સારાએ કહી દિલની વાત, આ રીતે કરવો છે કાર્તિક સાથે સમય પસાર

 કરણ જોહરના બેસ્ટ ફ્રેન્ડ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પાર્ટીમાં હાજર રહી શક્યા હતા નહી. રણવીર સિંહ હાલ લંડનમાં છે અને વર્લ્ડ 1983ના વર્લ્ડ કપની જીત પર બની રહેલી ફિલ્મ ‘83’ની શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે આલિયા ભટ્ટ ઉટીમાં ‘સડક 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK