Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૂર્યવંશીમાં આ એક્ટર વધારશે અક્ષય કુમારની મુશ્કેલીઓ

સૂર્યવંશીમાં આ એક્ટર વધારશે અક્ષય કુમારની મુશ્કેલીઓ

13 May, 2019 04:47 PM IST |

સૂર્યવંશીમાં આ એક્ટર વધારશે અક્ષય કુમારની મુશ્કેલીઓ

ફરી એકવાર પોલીસના રોલમાં જોવા મળશે અક્ષય

ફરી એકવાર પોલીસના રોલમાં જોવા મળશે અક્ષય


સિંઘમ, સિંઘમ-2 અને સિમ્બા પછી રોહિત શેટ્ટી સૂર્યવંશી લઈને આવી રહ્યા છે. આ વખતે રોહિત શેટ્ટી અક્ષય કુમારને લઈને ફિલ્મમાં કામ કરી રહ્યા છે. લીડ એક્ટર પછી ફિલ્મમાં વિલેનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રામલીલા, ગુલાલ જેવી ફિલ્મોમાં વિલનના રોલથી પ્રભાવિત કરતા અભિમન્યૂ સિંહની પસંદગી કરવામાં આવી હતી.




રોહિતની ફિલ્મમાં વિલનના રોલનું પણ મહત્વ વધુ હોય છે

હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ફિલ્મમાં અભિમન્યુ સિંહ વિલનની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શેટ્ટીની ફિલ્મો વિલનને લઈને ચર્ચામાં રહેતી હોય છે. સિમ્બામાં સોનૂ સૂદ હોય કે સિંઘમમાં પ્રકાશ રાજ વિલન દમદાર જોવા મળ્યા છે. સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિનાની જોડી ઘણા લાંબા સમય પછી જોવા મળશે.


આ પણ વાંચો: 'કબીર સિંહ'નું ટ્રેલર રિલીઝ, સોશિયલ મીડિયા પર મળી રહ્યો છે જબરદસ્ત રિસ્પોન્સ

શું કહ્યું અભિમન્યું સિંહે... 

આ ફિલ્મમાં રોલ મળવા પર અભિમન્યૂ સિંહ કહે છે કે, ફિલ્મમાં મારો રોલ રોહિત શેટ્ટીની અન્ય ફિલ્મો કરતા અલગ રહેશે. આ ફિલ્મમાં ઘણા ટર્ન અને ટ્વિસ્ટ જોવા મળશે જેના કારણે દર્શકોને ફિલ્મ જોવાની મજા આવશે. હું અને અક્કી એટલે કે અક્ષય કુમાર એકબીજાને ઘણા સમયથી ઓળખીયે છીએ. હાલમાં જ અમે એક સિરીયસ સીન શૂટ કર્યો હતો જેને માત્ર એક દિવસમાં પૂરો કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2019 04:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK