Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશાલ દદલાની એક દિવસમાં 40 થી વધુ સિગરેટ પીતા હતા, જતો રહ્યો હતો અવાજ

વિશાલ દદલાની એક દિવસમાં 40 થી વધુ સિગરેટ પીતા હતા, જતો રહ્યો હતો અવાજ

19 February, 2020 12:51 PM IST | Mumbai

વિશાલ દદલાની એક દિવસમાં 40 થી વધુ સિગરેટ પીતા હતા, જતો રહ્યો હતો અવાજ

વિશાલ દદલાની

વિશાલ દદલાની


બોલિવુડના જાણીતા સિંગર અને સોની ટીવી પર આવતા રિયાલીટી શો 'ઈન્ડિયન આઈડલ' ના જજ વિશાલ દદલાનીએ તાજેતરમાં પોતાના ઈન્સટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના ફેન્સને જણાવ્યું હતું કે, તે પહેલા એક દિવસમાં 40 થી પણ વધુ સિગરેટ પીતા હતા. જેને લીધે તેમનો અવાજ ખરાબ થઈ ગયો હતો. પરંતુ હવે સિગરેટ છોડયા પછી અવાજ બરાબર થઈ ગયો છે તેનો પુરાવો તેમણે ગીત ગાઈને આપ્યો હતો.

'કિન્ના સોના તેનુ રબ ને બનાયા' ગીત ગાતો એક વિડિયો વિશાલ દદલાનીએ ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં પોતાની સિગરેટની લત વિશે વાત કરી છે. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, 'ગત વર્ષે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસથી મે સિગરેટ પીવાનું છોડી દીધું હતું. સતત નવ વર્ષ સુધી દિવસમાં 40 કરતા વધુ સિગરેટ પીવાથી મારા અવાજની ગુણવત્તા ખરાબ થઈ ગઈ હતી. મેં કોઈને ખબર નથી પડવા દીધી પણ હું સંઘર્ષ કરી રહ્યો હતો. મારો ટોન, કન્ટ્રોલ, રેન્જ
દિવસેને દિવસે ખરાબ થવા લાગ્યા હતા. સ્લો સોન્ગ ગાવાનું અશક્ય થઈ ગયું હતું. (કોઈપણ ગાયક સહમત થશે કે તેની ડિમાન્ડ વધુ છે.) છેલ્લા બે વર્ષમાં તમે મારા અવાજમાં જે પણ સાંભળ્યું છે એ 100 ટકાની નજીક પણ નથી. પરંતુ હવે છેલ્લા છ મહિનાથી સિગરેટ છોડી દીધા પછી મારો અવાજ લગભગ પહેલા જેવો થઈ ગયો છે. હજી સુધી એકદમ પરફેક્ટ નથી પણ પહેલા કરતા ઘણો સારો છે. ફરીથી ગાવા લાગ્યો છું એટલે હું પહેલા કરતા ઘણો ખુશ છું. મને અગવડતા પણ નથી પડતી.'



છેલ્લે તેમણે બધાને સિગરેટ છોડવાની સલાહ આપતા કહ્યું હતું કે, તમે તમારી જાતને હંમેશા માટે નુકસાન પહોચાડો તે પહેલા જ સિગરેટ પીવાનું છોડી દો.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 12:51 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK