Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા ભોંસલેને જૂન મહિનાનું બિલ આવ્યું 2 લાખ રૂપિયા, ગાયિકાએ કરી ફરિયાદ

આશા ભોંસલેને જૂન મહિનાનું બિલ આવ્યું 2 લાખ રૂપિયા, ગાયિકાએ કરી ફરિયાદ

01 August, 2020 10:01 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

આશા ભોંસલેને જૂન મહિનાનું બિલ આવ્યું 2 લાખ રૂપિયા, ગાયિકાએ કરી ફરિયાદ

આશા ભોંસલે (Asha Bhosle)

આશા ભોંસલે (Asha Bhosle)


બોલીવુડ સિતારા(Bollywood stars)ને લૉકડાઉન પછી વીજળીના બિલ(Electricity bill) પરેશાન કરી દીધું છે. જાણીતાં ગાયિકા આશા ભોંસલે (Asha Bhosle)ને 2 લાખના બિલે ચોંકાવી દીધું છે.જૂન મહિનામાં 'વધારે બિલ' મોકલવાને લઈને આલોચનાની શિકાર થતી મહારાષ્ટ્ર વિદ્યુત વિતરણ કંપની મહાડિસ્કૉમને હવે આશા ભોંસલેની ફરિયાદ મળી છે કે તેમને લોનાવલા સ્થિત બંગલા માટે બે લાખ રૂપિયાથી વધારેનું વીજળીનું બિલ મોકલવામાં આવ્યું છે.

જો કે, મહાડિસ્કૉમ કહે છે કે, "મીટરની વાસ્તવિક રીડિંગ"ના આધારે જ બિલ મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગાયિકાને આ વિશે પહેલાં જ સૂચિત કરી દેવામાં આવ્યું હતું. આશા ભોંસલેને જૂનમાં 2,08,870 રૂપિયાનું બિલ મળ્યું છે, જ્યારે મે અને એપ્રિલનું બિલ ક્રમશઃ 8,855.44 રૂપિયા અને 8,996.98 રૂપિયા હતું.



આશા ભોંસલે પહેલા ઘણાં બોલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયા દ્વારા વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ અભિનેત્રી રેણુકા શહાણેએ અદાણી ઇલેક્ટ્રીસિટીનું નામ લેતા ટ્વીટ કર્યું હતું, "મારું વીજળીનું બિલ 8 મેના 5510 રૂપિયા આવ્યું, જૂનમાં મારું બિલ 29,700 આવ્યું. તે બિલમાં તમે મે અને જૂન બન્નેનું બિલ જોડી દીધું છે. પણ તમે તે બિલમાં મારું મે મહિનાનું બિલ 18080 રૂપિયા બતાવ્યું છે. મારું બિલ 5510 રૂપિયાથી 18080 રૂપિયા કેવી રીતે થઈ ગયું?"


હુમા કુરેશીનું 50 હજાર વીજ બિલ
અભિનેત્રી હુમા કુરેશીએ ફણ વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "નવા વીજ દરો શું છે? ગયા મહિને મેં 6 હજારનું બિલ ચૂકવ્યું હતું અને આ મહિને 50 હજાર?? શું આ નવા પ્રાઇસ છે?? કૃપા કરી અમને જણાવો."

તાપસી પન્નુએ પણ નોંધાવી ફરિયાદ
તાપસી પન્નુએ પણ વીજ બિલનું સ્ક્રીન શૉટ શૅર કર્યું હતું. અભિનેત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ત્રણ મહિનાના વીજ બિલનું સ્ક્રીનશૉટ શૅર કર્યું હતું. આમાં જૂન 2020 માટે કુલ અમાઉન્ટ 36000 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યું. તો એપ્રિલ 2020નું વીજ બિલ 4390 રૂપિયા છે. મે 2020નું વીજ બિલ 3850 રૂપિયા આવ્યું તાપસીએ એક વધુ ટ્વીટ કર્યું છે આમાં તેણે પોતાની તે ફ્લેટના વીજ બિલનું સ્ક્રીનશૉટ શૅર કર્યું છે, જેમાં કોઇ રહેતું નથી અને તે ખાલી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2020 10:01 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK