એરપોર્ટ પર ફરી સાથે નજર આવ્યા મલાઈકા અને અર્જુન, જુઓ તસવીરો

Published: Jun 25, 2019, 09:29 IST | મુંબઈ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક સાથે જોવા મળ્યા. એરપોર્ટ પરથી બંનેની તસવીરો સામે આવ્યા છે.

એરપોર્ટ પર ફરી સાથે નજર આવ્યા મલાઈકા અને અર્જુન
એરપોર્ટ પર ફરી સાથે નજર આવ્યા મલાઈકા અને અર્જુન

અર્જુન કપૂર(Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) લાંબા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. અનેક વાર તેમને સાથે જોવામાં આવ્યા છે અને જેના કારણે બંનેના અફેરને લઈને સતત ચર્ચાઓ સામે આવતી રહે છે. જો કે બંનેએ ખુલીને તેના પર ક્યારેય વાત નથી કરી. ફરી એકવાર બંને સાથે નજર આવ્યા.

અર્જુન અને મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર ફરી એકવાર સ્પોટ થયા. બંને સાથે ચાલી રહ્યા હતા અને કેમેરામાં કેદ થયા.

arjun and malaika


તસવીરમાં જોવા મળે છે કે અર્જુને ડિઝાઈનર બ્લ્યુ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું છે. મલાઈકા રેડ કલરના ડ્રેસઅપમાં નજર આવી રહી છે.

arjun and malaika


ખાસ વાત એ છે કે અર્જુન કપૂરનો લૂક એકદમ અલગ છે. બની સકે કે તે પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા હોય.

કેટલાક દિવસો પહેલા અર્જુન કપૂરે મલાઈકા સાથેના પોતાના સંબંધોને લઈને પોતાની વાત સામે રાખી હતી. અર્જુને કહ્યું હતું કે હું મલાઈકા સાથે સહજતા અનુભવું છું અને મીડિયા એ વાતને સમજે છે. મીડિયાનું વલણ ક્યારેય મને અને મલાઈકાને લઈને ખરાબ નથી રહ્યું. ન તો ક્યારેય કોઈ ખોટી વાત લખવામાં આવી. આજ કારણે ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડના સ્ક્રીનિંગના મોકા પર અમે એવી રીતે સામે આવ્યા. કારણ કે મીડિયાએ અમને ઈજ્જત આપી. તમને જણાવી દઈએ કે અર્જુનની ફિલ્મ ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડના સ્ક્રીનિંગમાં પણ મલાઈકા અને અર્જુન સાથે નજર આવ્યા હતા. બંને એકબીજા સાથે ઘણા સહજ હતા.

arjun and malaika


અર્જુને કહ્યું કે અમે કાંઈ ખોટું નથી કરતા અને અમે હંમેશા મીડિયાની સામે આવીએ છે. મીડિયાએ આ વાતને સમજ્યું અને અમને પુરી સ્પેસ આપી.

આ પણ વાંચોઃ બ્રેકઅપની ખબરો વચ્ચે ટાઈગર અને દિશાની ડિનર ડેટ

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના સંબંધોમાં આવેલી ખટાશના કારણે ચર્ચામાં હતા. બંનેએ પોતાના સંબંધોને ખતમ કરીને છૂટાછેડા લીધા હતા. અરબાઝ જ્યાં પોતાની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રિયાનીને લઈને સમાચારોમાં હતા જ્યારે મલાઈકા અર્જુન કપૂર સાથે સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK