આ બૉલીવુડ અભિનેત્રીઓ અનુરાગ કશ્યપના સપોર્ટમાં, રિચાએ પાયલને નોટિસ ફટકારી

Updated: 21st September, 2020 19:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘોષે રિચા ચડ્ડાનું નામ લેતા તેણે તો સીધી લીગલ નોટિસ જ ફટકારી છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બૉલીવુડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) સોશ્યલ મીડિયામાં પોતાના નિવેદનો આપવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, આજકલ તેઓ અલગ કારણસર ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કારણે તેઓ હાલ ચર્ચામાં છે. હવે ફિલ્મમેકરે આખરે ચુપકીદી તોડી છે અને પલટવાર કર્યો છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ટેગ કરતા ન્યાયની માંગણી કરી હતી. જ્યારે ફિલ્મમેકરે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે.

પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી હતી અને ઘણી ખરાબ વર્તુણક કરી હતી.. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.'

ઘોષે કહ્યું હતું કે, અભિનેત્રી હુમા કુરેશી, રિચા ચઢ્ઢા અને માહી ગીલને અનુરાગ એક ફોન કરે તો આ અભિનેત્રીઓ કંઈ પણ કરવા તૈયાર હતી. આ સામે અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે, શું વાત છે, 'મને ચૂપ કરાવવામાં ઘણો ચમય લાગ્યો. મને ચૂપ કરાવવામાં એટલું ખોટું બોલ્યા કે એક મહિલા હોબાની સાથે અન્ય મહિલાઓને પણ સાથે ખેંચી લીધી. થોડું નમ્ર બનો, મેડમ.

 
 
 
View this post on Instagram

💪🏼

A post shared by Richa Chadha (@therichachadha) onSep 20, 2020 at 3:42pm PDT

ઘોષે રિચા ચડ્ડાનું નામ લેતા તેણે તો સીધી લીગલ નોટિસ જ ફટકારી છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ ઉપર મુકી છે.

તેમ જ અભિનેત્રી તાપસી પન્નૂએ પણ અનુરાગના સપોર્ટમાં ઈન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકી હતી.

First Published: 21st September, 2020 19:48 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK