ગઝલસમ્રાટની અલવિદા : શબ ભર રહા ચર્ચા તેરા

Published: 11th October, 2011 20:47 IST

ગઝલસમ્રાટ અને સંગીતના એક ઉમદા કલાકાર જગજીતસિંહની અણધારી વિદાયે સમગ્ર ભારત સહિત વિશ્વભરને અચંબામાં મૂકી દીધું હતું. સંગીતપ્રેમીઓની સાથેસાથે જાણીતી હસ્તીઓએ જગજીતસિંહના મૃત્યુથી દુઃખની લાગણી અનુભવી હતી. ગઝલસમ્રાટ વિશે જાણીતી હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ પણ કરી હતી.

 

 

મનમોહન સિંહ

જગજિત સિંહ તેમના ‘ગોલ્ડન વૉઇસ’ માટે હંમેશાં અમર રહેશે. ગઝલને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીને તેમણે ભારત અને વિદેશમાં લોકોને પોતાના સંગીત વડે ઘણો આનંદ આપ્યો હતો. તેમનું સંગીત વર્ષો સુધી સંગીતપ્રેમીઓને મનોરંજન આપવાનું ચાલુ રાખશે.

લતા મંગેશકર

મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી માટે જેટલું મોટું નુકસાન છે એના કરતાં અનેકગણું મને અંગત નુકસાન છે. હું તેમને ખૂબ જ સારી રીતે ઓળખતી હતી. મને હતું કે તેઓ કોમામાંથી બહાર આવી જશે, પણ ભગવાનની ઇચ્છા કંઈક અલગ જ હતી. તેમણે ઘણી મહેનત કરી હતી. તેઓ હંમેશાં પોતાના મનથી ગાતા હતા. તેમને સાંભળવું એક નશો હતો.

આશા ભોસલે

જ્યારે શરૂઆતમાં મેં તેમને ગાતા સાંભળ્યા હતા ત્યારે હું અવાચક બની ગઈ હતી. તમે જો પોતાને સૌથી દુ:ખી માનતા હો અને તેમનો અવાજ સાંભળો ત્યારે તમને અલગ જ પ્રેરણા મળતી. તેમનો અવાજ ક્યારેય રિપ્લેસ નહીં થાય. તેઓ ખૂબ જ સારા માણસ હતા અને આટલું સારું સંગીત બનાવવા માટે ઇમોશનલ પ્રત્યાઘાતો પણ જવાબદાર હતા. જ્યારે તેમના દીકરાના અવસાન બાદ હું તેમને મળવા ગઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આ બધું જીવનનો એક ભાગ છે, આપણે કંઈ ન કરી શકીએ.

ગુલઝાર

તેમના મૃત્યુથી મને ઘણું દુ:ખ થયું છે. બાર દિવસ પહેલાં અમે એક કમ્પોઝિશન પર કામ કરી રહ્યા હતા. અમે મર્ઝિા ગાલિબનાં અમુક ગીતો પર કામ કરી રહ્યા હતા. અમે નવું આલબમ પ્લાન કરી રહ્યા હતા. તેઓ એકલા એવા માણસ હતા જે ગઝલના પ્રકારને સંભાળીને બેઠા હતા. મેં તેમને ગાતા અને પ્રેક્ષકો સાથે વાત કરતા જોયા છે. તેઓ દિવસ-રાત કામ કરતા હતા.

પંકજ ઉધાસ

હું તેમને મારા કૉલેજના દિવસોથી ઓળખતો હતો. એ સમયે પણ ગઝલ માટે તેમનો ઢોળાવ ઘણો પ્રેરણાદાયક હતો. હું હંમેશાં તેમની પાસેથી નવું શીખવા માટે ઉત્સુક રહેતો. મને એટલું જ દુ:ખ છે કે છેલ્લા અમુક સમયમાં અમે મળી નહોતા શક્યા. અમારી વચ્ચે હંમેશાં હરીફાઈનું વાતાવરણ બનાવવામાં આવતું, પણ એવું ક્યારેય નહોતું. હું ખુદની તેમની સાથે સરખામણી ન કરી શકું.


ઘોડાની રેસના શોખીન

જગજિત સિંહ સંગીતની સાથે-સાથે હોર્સરેસિંગમાં બેટિંગનો પણ શોખ ધરાવતા હતા. તેમની પાસે
જુદી-જુદી નસલના ઘણા ઘોડા હતા અને શહેરમાં હૉર્સરેસિંગની સીઝનમાં તેઓ ઘણી વખત મહાલક્ષ્મી રેસકોર્સ પર જોવા મળતા હતા. ૨૩ સપ્ટેમ્બરે તેમને બ્રેઇન હૅમરેજને કારણે લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એના પછીના જ દિવસે પુણેમાં પેલિકન ટ્રોફીમાં તેમનો ઘોડો ‘રાજસ્થાન રૉયલ્સ’ પહેલું ઇનામ જીત્યો હતો. જગજિત સિંહ આ ઇવેન્ટમાં હાજર રહેવા માટે ખૂબ જ ઉત્સુક હતા અને તેમને વિશ્વાસ હતો કે તેમનો ઘોડો જ આ રેસ જીતશે, પણ તેઓ ખરાબ તબિયતને કારણે જઈ નહોતા શક્યા.


સિન્ગિંગ સાથે સમાજસેવામાં પણ સક્રિય


જગજિત સિંહ સિન્ગિંગ સાથે સમાજસેવામાં અને ભારતમાં આર્ટ્સ અને કલ્ચરની સમૃદ્ધિમાં વધારો થાય એ માટે પોતાનાથી બનતી બધી કોશિશ કરતા. તેમણે જાહેરમાં ઘણી વખત જે રીતે આજે આર્ટ્સ અને કલ્ચરમાં રાજનીતિએ સ્થાન લઈ લીધું છે એની સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત લોકસંગીત અને લોકનૃત્યમાં જે રીતે કલાકારોને ઓછો સપોર્ટ અને આર્થિક મદદ મળે છે એના વિરોધમાં પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સમાજસેવાનાં ઘણાં કાયોર્ કયાર઼્ હતાં. તેમણે મુંબઈમાં સૅન્ટ મૅરી સ્કૂલ, બૉમ્બે હૉસ્પિટલ, બાળક બચાવો આંદોલન અને સીઆરવાય (ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ)ના સહકારમાં પોતાનાથી બનતી મદદ કરી હતી. આ ઉપરાંત તેમણે પીટા (પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ) સાથે મળીને પિમબંગમાં જે રીતે ચાલતી ટ્રેન નીચે હાથીઓ કપાઈ જાય છે એના વિરોધમાં કાયોર્ કયાર઼્ હતાં. તેમણે હાથીઓની વધુ વસ્તી ધરાવતા પ્રદેશમાં ટ્રેનની સ્પીડને મૉનિટર કરતા સેન્સર લગાવવા માટે એ સમયનાં રેલવેપ્રધાન મમતા બૅનરજી સાથે વાતચીત કરી હતી.

સંસદમાં પરફોર્મન્સ

૨૦૦૭ની ૧૦ મેએ જગજિત સિંહે સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં પફોર્ર્મન્સ આપ્યો હતો. ૧૮૫૭ની આઝાદીની ચળવળમાં છેલ્લા મુગલ શાસક બહાદુર શાહ ઝફરની જાણીતી ગઝલ ‘લગતા નહીં હૈ દિલ મેરા...’ પર પફોર્ર્મન્સ આપ્યો હતો. એ સમયના રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ, ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવત, વડા પ્રધાન મનમોહન સિંહ, ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસનાં વડાં સોનિયા ગાંધી અને સંસદસભ્યો, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને ફૉરેન ઍમ્બેસેડર્સની હાજરીમાં તેમણે આ પફોર્ર્મન્સ આપ્યો હતો.

ગુરુને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમ પહેલાં વિદાય

જગજિત સિંહ ૨૩ સપ્ટેમ્બરથી શહેરની લીલાવતી હૉસ્પિટલમાં બ્રેઇન હૅમરેજ સામે લડત આપી રહ્યા હતા અને ગઈ કાલે સવારે તેમનું અવસાન થયું હતું. જગજિત સિંહ અને ઓમ પુરી બન્ને માટે ૧૩ ઑક્ટોબરનો કાર્યક્રમ ઘણો મહત્વનો હતો, કારણ કે તેમની હાજરીમાં જ તેમના ગુરુ અને નાટકોના જાણીતા લેખક હરપાલ તિવાનાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે એક થિયેટરનું અનાવરણ થવાનું હતું. આ ઉપરાંત જગજિત સિંહ આ થિયેટરના પહેલા કાર્યક્રમ તરીકે પોતાનો પફોર્ર્મન્સ પણ આપવાના હતા.


ઓમ પુરી અને જગજિત સિંહ તેમના ગુરુના ફેવરિટ શિષ્યો હતા. ૨૦૦૨માં તેમના મૃત્યુ પછી બન્ને કલાકારોએ પોતાના ગુરુની તમામ યાદગીરીઓ સચવાઈ રહે એની પૂરેપૂરી કોશિશ કરી હતી. આને કારણે જ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા એક થિયેટર શરૂ કરવા પંજાબના મુખ્ય પ્રધાને પણ આર્થિક મદદ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK