Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રમિકોને મદદ કરનાર સોનુ સૂદે આ માણસે મદદ માગી ત્યારે કેમ આવું કીધું?

શ્રમિકોને મદદ કરનાર સોનુ સૂદે આ માણસે મદદ માગી ત્યારે કેમ આવું કીધું?

26 May, 2020 01:55 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શ્રમિકોને મદદ કરનાર સોનુ સૂદે આ માણસે મદદ માગી ત્યારે કેમ આવું કીધું?

સોનુ સૂદ

સોનુ સૂદ


કોરોનાવાઇરસનો ફેલાવો અટકવાનું નામ નથી લેતો ત્યારે બૉલીવુડ એક્ટર સોનુ સૂદે શ્રમિકોને ઘરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. તેણે અત્યાર સુધીમાં હજારો શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં મદદ કરી છે. કોઇ ફરિશ્તાની માફક કામ કરનારા સોનુની ચર્ચા ચારે તરફ છે ત્યારે જ્યારે એક માણસે ટ્વીટ કરીને કહ્યું કે તેને મદદ જોઇએ છે ત્યારે સોનુએ તેને વળતો જવાબ આપ્યો જે ખરેખર જાણવા જેવો છે.

તો સોનુને કોઇ ટ્વીટ કરીને કીધું કે, સોનુ ભાઇ પોતાના ઘરમાં ફસાયો છું, મને ઠેકા (દારૂના પીઠા) સુધી પહોંચાડી દો. આના જવાબમા સોનુએ કહ્યુ કે ભાઇ હું તને દારૂના પીઠાથી ઘર સુધી પહોંચાડી શકીશ, જરૂર પડે તો કહી દેજે.




એસી રૂમમાં બેસી રહેવું તેના કરતાં તો ખરા અર્થમાં આ શ્રમિકોને મદદ કરવામાં જ સાર છે. તે દાડિયા મજુરોનો મસિહા સાબિત થયોછે. જો કે તેણે આ ટીખળીને બરાબર જવાબ આપ્યો. મિડ-ડે સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે આ તો હજી પહેલો લૉટ ગયો છે બસિઝનો અને તમામને રસ્તામાં ખાવા માટેનું ભાથું પણ આપ્યું છે જેમાં ફળ વગેરે છે.અમને મહારાષ્ટ્ર સરકારે પણ પેપરવર્ક વગેરે તૈયાર કરવામાં બહુ મદદ કરી છે અને કર્ણાટક સરકારે પણ માઇગ્રન્ટ્સને પોતાના વતનમાં આવકાર્યા છે જે બહુ પ્રશંસનિય બાબત છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 01:55 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK