જ્યારે ‘દિલ બેચારા’ના ગીત ‘તારે ગીન’માં સુશાંતના એક્સપ્રેશન જોઇ યાદ આવે SRK

Published: Jul 16, 2020, 12:02 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ ગીતમાં રોમાન્સ બહુ જ સરસ રીતે સુશાંત અને સંજનાના ચહેરા પર ખીલે છે. સુ

તારે ગીન ગીતમાં સુશાંત અને સંજના સાંઘી
તારે ગીન ગીતમાં સુશાંત અને સંજના સાંઘી

ગઇ કાલે સોની મ્યુઝિક ઇન્ડિયાએ સુશાંત સિંહ રાજપુતની (Sushant Singh Rajput) ફિલ્મ ‘દિલ બેચારા’નું (Dil Bechara) મ્યુઝિક આલ્બમ લોંચ કર્યું છે. એ આર રહેમાન (AR Rahman)ના સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્ય લિખિત ગીતોએ દિલ બેચારા ફિલ્મમાં સુર સજાવ્યા છે. અનેક પ્લેટફોર્મ પર આ ફિલ્મના ગીતોની પ્રશંસા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ ફિલ્મના મ્યુઝિક પાર્ટનર સોની મ્યુઝિક ઇન્ડિયા, રોમેન્ટિક ટ્રેક ‘તારે ગીન’ રિલીઝ કર્યું છે. આ ગીતમાં રોમાન્સ બહુ જ સરસ રીતે સુશાંત અને સંજનાના ચહેરા પર ખીલે છે. સુશાંતના એક્સ્પ્રેશનને શાહરૂખ ખાનના એક્સપ્રેશન સાથે સરખાવવામાં આવ્યા છે.

જોન ગ્રીનની નવલકથા ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ પર આધારિત, દિલ બેચારા ફિલ્મ  એ બે યુવાનો કિઝી અને મેનીની વાર્તા છે, જેમને ખબર છે કે જિંદગી બહુ લાંબી નથી કારણકે શારિરીક વ્યાધીઓ છે પણ છતાં ય તેમનો પ્રેમ પાંગરે છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા નિર્મિત મુકેશ છાબરા નિર્દેશિત ફિલ્મ દિલ બેચારા, સુશાંત સિંહ રાજપુત અને સંજના સાંઘીની ફિલ્મ 24 જુલાઈએ ડિઝની હોટસ્ટાર પર પ્રદર્શિત થશે. સોની મ્યુઝિક ઇન્ડિયા દ્વારા નિર્મિત અને એ આર રહેમાન દ્વારા રચિત આ ફિલ્મનું મ્યુઝિક આલ્બમ હવે શ્રોતાઓ માટે ઉપલબ્ધ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK