જ્યારે સુશાંત સિંહ રાજપુતના ફેને તેને કહ્યું કે પ્લિઝ મૃત્યુ ન પામતા...

Published: Jul 16, 2020, 16:00 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

તાજેતરમાં જ એક ફેને સુશાંત સાથેનુ કોન્વર્ઝેશન શેર કર્યું છે જે ખરેખર હ્રદય પીગળાવી દે તેવું છે.

સુશાંત સિંહ રાજપુત
સુશાંત સિંહ રાજપુત

સુશાંત સિંહ રાજપુતે (Sushant Singh Rajput) આત્મહત્યા કરી લીધી તેને એક મહીનો થઇ ગયો છે પણ લોકો હજી એ આઘાતમાંથી બહાર નથી આવ્યા કે હવે આ પ્રતિભાશાળી અભિનેતા આપણી વચ્ચે નથી રહ્યો. એક્ટર તેના બાંન્દ્રાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની આત્મહત્યાને પગલે ઘણાં લોકોની પુછપરછ પણ કરાઇ રહી છે. સુશાંત સિંહ રાજપુત તેના ફેન્સ સાથે સોશ્યલ મીડિયા પર હંમેશા કનેક્ટેડ રહેતો, તેમના સવાલોના જવાબ આપતો અને કોમેન્ટ્સ પણ કરતો.તાજેતરમાં જ એક ફેને સુશાંત સાથેનુ કોન્વર્ઝેશન શેર કર્યું છે જે ખરેખર હ્રદય પીગળાવી દે તેવું છે.

એક સોશ્યલ મીડિયા યુઝર સુશાંતને એમ કે છે કે સર સર પ્લિઝ જલદી ન મરી જતા અને સારું કામ કરતા રહેજો, લોકોને પ્રેરણા આપતા રહેજો. તમારા જેવા લોકો બહુ જુજ હોય છે, કશું પણ ગિવ અપ ન કરતા.આ કોમેન્ટના જવાબમા સુશાંતે જવાબ આપ્યો હતો કે હા, શ્યોરલી હું એમ જ કરીશ, તમારા એન્કરેજિંગ શબ્દો બદલ આભાર. P.S. આ પ્લિઝ જલદી મરી ન જતા પર હું ખુબ હસ્યો. હાહાહા...

જુઓ આ પોસ્ટ અહીં...

14મી જુલાઇએ સુશાંતને ગુજરી ગયાને એક મહીનો થયો અને તેની પૂર્વ ગર્લફ્રેંડ અંકિંત લોખંડે, જેની સાથે તેનો સબંધ હોવાનું કહેવાય છે તે રિયા ચક્રવર્તી, તેને લોંચ કરનારી એકતા કપૂર, દિલ બેચારાની કો-એક્ટર સંજના સાંઘીએ પણ તેની યાદમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

એકતા કપૂરે (Ekta Kapoor) સુશાંતને કિસ દેશ મેં હૈ મેરા ચાંદ સિરીયલમાં લોન્ચ કર્યો અને ત્યાર પછી પવિત્ર રિશ્તામાં તે માનવ દેશમુખના પાત્રમાં બહુ જ જાણીતો થયો હતો.

 
 
 
View this post on Instagram

Rest In Peace sushi!!!! We will smile and make a wish when we see a shooting star and know it’s u!!!! Love u forever!!

A post shared by Erk❤️rek (@ektarkapoor) onJul 14, 2020 at 2:34am PDT

રિયા ચક્રવર્તીએ  (Rhea Chkaraborty) આ પોસ્ટ શેર કરી હતી અને તે ક્યારેય તેની ગેરહાજરીની પુરી રીતે સ્વીકારી નહીં શકે તેમ તેણે તેમાં લખ્યું હતું.

 
 
 
View this post on Instagram

Rest In Peace sushi!!!! We will smile and make a wish when we see a shooting star and know it’s u!!!! Love u forever!!

A post shared by Erk❤️rek (@ektarkapoor) onJul 14, 2020 at 2:34am PDT

આ તરફ અંકિતા લોખંડે (Ankita Lokhande) એ તેની યાદમાં  દિવો પ્રગટાવ્યો હતો.

 
 
 
View this post on Instagram

CHILD Of GOD 😇

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onJul 13, 2020 at 8:15pm PDT

 સુશાંત સિંહ રાજપુતના મૃત્યુને પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉહાપોહ પણ થયો અને સગાવાદથી માંડીને ફેવરીટિઝમની ચર્ચાઓ પણ થઇ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK