શું સુશાંતના આત્માએ કહ્યું કે મૃત્યુ પહેલાં કોઇ સાથે તેની દલીલ થઇ હતી?

Published: Jul 21, 2020, 00:03 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

હફના દાવા અનુસાર સુશાંતનો આત્મા ફરી પોતાને પ્રકાશ મળ્યો હોવાની વાત કરે છે અને તેની સાથે ઈશ્વર તથા દેવદુત હોવાની વાત પણ તેનો આત્મા કહી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપુત
સુશાંત સિંહ રાજપુત

સુશાંત સિંહ રાજપુતે (Sushant Singh Rajput) આત્મહત્યા કર્યાને એક મહિનો અને પાંચ દિવસ થઇ ગયા છે અને લોકોનાં મનમાંથી આ અભિનેતાની આ એક્ઝિટ નીકળી નથી રહી. લોકો કોઇને કોઇ રીતે જાણવા માગે છે કે સુશાંતનું મૃત્યુ કેવી રીતે થયું. પેરાનોર્મલ એક્ટિવિટીઝ એટલે કે બીજા વિશ્વમાં રહેતા લોકો, અથવા તો આત્માઓ સાથે વાત કરી શકનારા લોકોમાંના એક છે સ્ટીવ હફ. સ્ટીવ હફ એ વ્યક્તિ છે જેનો દાવો છે કે તેણે સુશાંત સિંહ રાજપુતના આત્મા સાથે સંવાદ સાધ્યો અને તેને તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો જાણવા મળી. યૂ ટ્યૂબ પર સ્ટીવ હફના આ વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી ખુબ વાઇરલ થયા છે.

સ્ટીવ હફ આ વીડિયોમાં કહે છે કે તેને અનેક લોકોએ ઇમેઇલ કર્યા તથા સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે તે સુશાંતના આત્મા સાથે સંપર્ક સાધે. સુશાંતના આત્મા સાથે સંપર્ક સાધ્યો હોવાના વીડિયોમાં સ્ટીવ સુશાંતને કહે છે કે શું તું ત્યાં લાઇટમાં છે, ‘Are you there in light?’ અને સુશાંતનો આત્મા જવાબ આપે છે કે, “સ્ટીવ, મને પ્રકાશ મળી રહ્યો છે”, “Steve I am getting light”  એક માન્યતા અનુસાર સ્વર્ગનાં માર્ગે આવો પ્રકાશ જોવા મળતો હોય છે જો કે ફેન્સ એમ કહે છે સુશાંતનો આત્મા Steve I am getting murdered એવું બોલી રહ્યો છે.

સ્ટીવ હફ છેલ્લા દસ વર્ષથી આત્માઓ સાથે સંપર્ક સાધવાનું કામ છે. તેના પહેલા વીડિયોમાં જે દર્શાવાય છે તે અનુસાર સુશાંતની સાથે કોઇ બીજો આત્મા છે તેવું પણ હફને લાગે છે. આ તે પહેલો વીડિયો છે.

બીજા વિડીયોમાં સુશાંત સાથે હફ ફરી કનેક્ટ કરે છે અને તેમાં સુશાંતનો કથિત આત્મા તેને કહે છે કે તેના મૃત્યુ પહેલાં તેની દલીલ થઇ હતી, તેઓ Nails એટલે કે ખીલ્લીઓ લઇને આવ્યા હતા આવા પ્રકારની કોઇ વાત પણ સુશાંતનો આત્મા હફને કહે છે. હફના બીજા વીડિયોમાં સુશાંતનો આત્મા તેને કહે છે કે તેની પાસે પાંખો છે. સ્ટીવ દર્શકોને આ વીડિયોમાં કહે છે સુશાંત સાથે આ વખતે પણ કોઇ બીજો આત્મા છે. આ તરફ હફ સુશાંતના આત્માને કહે છે કે તેની સાથે જે થયું તે લોકો જાણવા માગે છે અને સુશાંતનો કથિત આત્મા કહે છે કે તે માત્ર હફને જવાબ આપવા માગે છે. હફના દાવા અનુસાર સુશાંતનો આત્મા ફરી પોતાને પ્રકાશ મળ્યો હોવાની વાત કરે છે અને તેની સાથે ઈશ્વર તથા દેવદુત હોવાની વાત પણ તેનો આત્મા કહી રહ્યો છે.

સ્ટીવ હફના આ દાવામાં કેટલી સચ્ચાઇ છે તે કહેવું મુશ્કેલ છે પણ આ વીડિયો જોનારાઓ ખુબ જ આશ્ચર્યચક્તિ થયા છે તથા માની નથી શકતા કે સુશાંતનો અવાજ તેઓ સાંભળી રહ્યા છે. હફે પોતાની પેરનોરમનલ એક્ટિવિટીઝ માટે વિશેષ સંસાધનો વિકસાવ્યા છે અને તે ઉર્જા દ્વારા જ આત્માઓ સાથે કનેક્ટ થાય છે તેમ તેનું કહેવું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK