સુશાંત સિંહ રાજપૂતની કો-સ્ટાર સંજના સાંઘીએ MeToo આક્ષેપોને આપ્યો રદિયો

Updated: Jul 02, 2020, 16:22 IST | Faizan Khan | Mumbai

અભિનેત્રીએ પોલીસને કહ્યું કે આ ફિલ્મનું કામ ચાલુ હતું તે દરમિયાન કોઇએ MeToo કેમ્પેઇનનો સહારો લઇને તેના નામે ખોટી અફવાઓ ફેલાવી હતી કે તેણે સુશાંત પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો.

સંજના સાંધી
સંજના સાંધી

 

બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં નવ કલાક સુધી સ્ટેમેન્ટ આપનારી અભિનેત્રી સંજના સાંઘીએ સુશાંત સિંહ રાજપૂત પર 2018માં MeTooના કોઇપણ આક્ષેપ મુક્યા હોવાની વાતને રદિયો આપ્યો છે.

 

અભિનેતાની આત્મહત્યા સંદર્ભે ચાલી રહેલી પુછપરછમાં જ્યારે સંજના સાંઘીને પોલીસે સવાલ કર્યા કે શું તેણે પહેલા મૃત અભિનેતા પર જાતીય સતામણીના આક્ષેપ મૂક્યા હતા ખરા ત્યારે અભિનેત્રીએ આ વાતને રદિયો આપ્યો હતો. તેના સ્ટેટમેન્ટમાં સંજનાએ કહ્યું છે કે તેને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ ઑડિશન પછી પસંદ કરી હતી અને તે સુશાંતને પહેલીવાર ફિલ્મના સેટ પર જ મળી હતી. દિલ બેચારા ફિલ્મનું નામ પહેલા કિઝી અને મેની હતું. અભિનેત્રીએ પોલીસને કહ્યું કે આ ફિલ્મનું કામ ચાલુ હતું તે દરમિયાન કોઇએ MeToo કેમ્પેઇનનો સહારો લઇને તેના નામે ખોટી અફવાઓ ફેલાવી હતી કે તેણે સુશાંત પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. સંજનાએ પોલીસને જણાવ્યા અનુસાર તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી આવી કોઇપણ વાત પર વિશ્વાસ ન મુકવો અને આ બધું ખોટું છે તેમ પણ તેણે ત્યારે કહ્યું હતું. પોલીસમાં તેણે આપેલા સ્ટેટમેન્ટ અનુસાર, “અમેરિકાના પ્રવાસેથી પાછી ફરી પછી મેં કેટલીક પાયા વગરની અફવાઓ સાંભળી જેમાં કિઝી અને મેનીના સેટ પર અણછાજતું વર્તન થયું હતું પણ મારે એ ચોખવટ કરવી છે કે એવુ કંઇપણ નહોતુ થયું. આપણે આ વાતો પર અહી જ પુર્ણવિરામ મુકી દઇએ.” અભિનેત્રીએ પોલીસને કહ્યું કે, “ફિલ્મનો પહેલો હિસ્સો શૂટ થયો પછી મારી પાસે પુરતો સમય હતો એટલે હું અમેરિકા ચાલી ગઇ હતી અને મને સુશાંતની વિરુદ્ધમાં ચાલી રહેલા આ કાવતરા અંગે કંઇપણ ખબર નહોતી. અમેરિકાથી પાછા આવ્યા પછી મને જ્યારે આ અંગે ખબર પડી તો તરત જ મેં સુશાંત અને મુકેશને મળીને સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેની છબી ખરડાવાથી સુશાંત બહુ જ તાણમાં હતો. ”

પોલીસના મતે અભિનેતા આવા સમાચારોને કારણે તાણમાં હતો અને સંજનાના ટ્રાવેલ કરતી હોવાથી તેનો સંપર્ક ન કરી શક્યો. અભિનેત્રીએ કહ્યું કે સુશાંતે તેમની વચ્ચેની વાતચીતના કેટલાક સ્ક્રિન શોટ્સ પણ ટ્વિટર પર મુક્યા હતા કારણકે તેની પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો વળી સંજનાએ ઉમેર્યું કે તેને સુશાંતના આમ કરવા સામે કોઇ વાંધો નહોતો કારણકે તે જાણતી હતી કે આ આક્ષેપો પાયા વગરના હતા. પોલીસને અભિનેત્રીએ જણાવ્યા અનુસાર સુશાંત આવા બધા આક્ષેપોથી અપસેટ હતો પણ શૂટિંગ દરમિયાન તે સ્વસ્થ હતો અને નોર્મલ પણ. તેણે ઉમેર્યું કે કોઇ પણ કળી ન શકત કે સુશાંત ડિપ્રેશનનો ભોગ બનેલો હતો કારણકે તે પોતાની અંગત વાતો કોઇની સાથે શેર ન કરતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK