સોનુ સૂદે મુંબઇ પોલીસ માટે 25000 ફેસ શિલ્ડ્ઝ દાનમાં આપ્યા

Published: Jul 17, 2020, 13:28 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સોનુએ લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાની ઝુંબેશ શરૂ કરી અત્યાર સુધીમાં હજારો મજૂરોને તેમના ઘરે મફત પહોંચાડ્યા છે

સોનુ સૂદ, અનિલ દેશમુખ
સોનુ સૂદ, અનિલ દેશમુખ

કોરોનાના કેસિઝ અટકવાનું નામ નથી લેતા અને આ રોગચાળા દરમિયાન બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) લોકોને જોરશોરથી મદદ કરી રહ્યો છે. હવે સોનુએ મહારાષ્ટ્રના પોલીસ (Mumbai Police) કર્મચારીઓ માટે 25 હજાર ફેસ શિલ્ડ દાન કર્યા છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી.

અનિલ દેશમુખે ટ્વિટર એકાઉન્ટ પર સોનુ સૂદ સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. તેમણે લખ્યું, "અમારા પોલીસ કર્મચારીઓને 25,000 ફેસ શિલ્ડ આપવા બદલ હું સોન સૂદજીનો આભાર માનું છું." સોનુ સૂદની પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત તેની વાહવાહી કરતા રહે છે. સોનુએ લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાની ઝુંબેશ શરૂ કરી અત્યાર સુધીમાં હજારો મજૂરોને તેમના ઘરે મફત પહોંચાડ્યા છે. શરૂઆતમાં, તે મજૂરોને તેમના ઘરે બસો દ્વારા પહોંચાડતો હતો, પરંતુ હવે તે ટ્રેન અને ફ્લાઇટ્સ દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. સોનુ થોડા સમય પહેલા એક ટોલ ફ્રી નંબર અને વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો  જેથી લોકો તેનો સંપર્ક કરી શકે. સોનુને લોકો ટ્વિટર પર જાતભાતની માંગણીઓ કરી હતી જેના તેણે રમુજી જવાબ વાળ્યા હતા. 

 આ પણ વાંચોઃ સોનુ સૂદને કોઇએ કહ્યું કે ગર્લફ્રેન્ડ પાસે જવું છે, મસ્ત જવાબ આપ્યો અભિનેતાએ

આ પણ વાંચોઃ  આ ભાઇને વાળ કપાવવા હતા, સોનુ સૂદની મદદ માગી, મળ્યો આ જવાબ

સોનુએ આ આખા અનુભવ પર પુસ્તક લખવાની જાહેરાત પણ કરી છે. તેણે કહ્યું કે તેનું હૈયું આમ તો મુંબઇ માટે ધડકે છે પણ મારા જીવનનો થોડોક ભાગ યુપી, બિહાર, ઝારખંડ, આસામ, ઉત્તરાખંડ અને બીજા ઘણા રાજ્યોમાં સ્થાયી થયો છે જ્યાં મેં નવા મિત્રો બનાવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK