મલાઇકા અરોરા (Malaika Arora) બૉલીવુડની સૌથી ફિટ ડિવા છે એ તો આપણે જાણીએ જ છીએ. 47 વર્ષની ઉંમરે એક્ટ્રેસ ટેલિવિઝન હોસ્ટ પોતાની હેલ્થને એ હદે પરફેક્ટ લાગે છે કે ભલભલા મ્હોમાં આંગળા નાખી જાય. તે યોગા અને નિયમિત વર્કઆઉટ હંમેશા કરે છે અને તે માત્ર તેની ફિટનેસ નહીં પણ સ્ટાઇલિંગ અને હૉટનેસ માટે પણ જાણીતી છે. તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ તેને ચર્ચાઓનું બજાર ગરમ રાખે છે. તેણે નવા વર્ષ નિમિત્તે પોતાના સિઝલિંગ પૂલ ફોટોઝ શૅર કર્યા હતા.
તેણે પોતાનો ફોટો શૅર કરતાં લખ્યું કે, "હસો ખુશ રહો અને તમારું વર્ષ ગણતરી પામે તેનું ધ્યાન રાખો... 2021ને ગ્લોરિયસ બનાવો, હેપ્પી સંડે"
View this post on Instagram
આ ગોર્જિયસ એક્ટ્રેસ પ્રિન્ટેડ બિકીની, મેસિ બન અને મિનિમલ મેકઅપ સાથે કિલર લાગે છે.
View this post on Instagram
મલાઇકા અરોરા તેનાથી ઉંમરમાં નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને તે વાત હવે નવી નથી રહી. તેમના લવી ડવી ફોટોઝ પણ લોકોના રોમાંચનું કારણ બનતા રહે છે. તેણે થોડા દિવસ પહેલા અર્જુન કપૂર સાથેની આ તસવીર શૅર કરી સૌને હેપ્પી ન્યુ યર વિશ કર્યું હતું.
View this post on Instagram
આ તસવીરમાં સ્લિક બન વાળ્યો હતો અને મેટાલિક કો ઓર્ડે સેટ પહેર્યો હતો, તેના ડાર્ક રેડ લિપ્સ પણ બહુ સરસ લાગતા હતા. અર્જુન કપૂર એના કેઝ્યુઅલ બેસ્ટમાં કૂલ લાગતો હતો.
View this post on Instagram
અર્જુન અને મલાઇકાએ ગોઆમાં અમૃતા અરોરા અને શકીલ લડાક સાથે ન્યૂ યર ઉજવ્યું હતું. હાલમાં તે અર્જુન કપૂર સાથે ધરમશાલા પણ ગઇ હતી જ્યાં તે ભૂત પોલીસના ફિલ્મમાં બિઝી હતો. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, જેકેલિન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ પણ એક્ટિંગ કરી રહ્યા છે.
પોતાની ગર્લ્સ-ગૅન્ગમાં કરિશ્માને મિસ કરી રહી છે કરીના કપૂર ખાન
10th January, 2021 17:16 ISTઅર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ
4th January, 2021 18:16 ISTCelebs New Year Holiday Pics: આ સેલિબ્રિટી કપલ્સ રવાના થયા ન્યૂ-યરની પાર્ટી કરવા
30th December, 2020 14:59 ISTમલાઇકાએ શૅર કરી અર્જુન સાથેની રોમાંટિક તસવીર,એક્ટરના કાકાએ કરી આ કમેન્ટ
29th November, 2020 20:38 IST